દિલ્હીઃ યમુનામાંથી મળી સોશિયલ મીડિયા ફેમ હિમાંશીની લાશ, 2 દિવસથી હતી ગાયબ


- પોલીસ હિમાંશીએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ તે દિશામાં તપાસ કરી રહી છે

નવી દિલ્હી, તા. 27 જૂન, 2021, રવિવાર

દિલ્હીના કશ્મીરી ગેટ પાસે આવેલી યમુના નદીમાંથી શનિવારે સોશિયલ મીડિયા ફેમ હિમાંશી નામની યુવતીની લાશ મળી આવી હતી. ગત 24 જૂનની રાતે પોલીસ સ્ટેશનમાં હિમાંશી ગાયબ હોવાનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ તેને શોધી લે તે પહેલા જ શનિવારે તેની લાશ મળી આવી હતી.

ગત 24 જૂનના રોજ બુરાડી થાણામાં હિમાંશી ગાયબ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, હિમાંશી પોતાના સંતનગર, બુરાડી ખાતેના ઘરેથી સવારના સમયે નીકળી હતી પરંતુ રાત સુધી પાછી નહોતી ફરી અને તેનો ફોન પણ બંધ આવે છે. 

તપાસ દરમિયાન પોલીસને હિમાંશીનું લાસ્ટ લોકેશન બુરાડી પાસે જ મળી આવ્યું હતું. તપાસમાં પોલીસને કેટલાક સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે જેમાં હિમાંશી સિગ્નેચર બ્રિજ તરફ જતી દેખાઈ હતી. 

પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં હિમાંશીએ 24 જૂનના રોજ બપોરના સમયે યમુનામાં છલાંગ લગાવી હોવાનું અનુમાન છે. ત્યાર બાદ શનિવારે તેની લાશ કશ્મીરી ગેટ પાસેથી મળી આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે હિમાંશીના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન નહોતા. 

હાલમાં હિમાંશીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હિમાંશીએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ તે દિશામાં તપાસ કરી રહી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે