મોડી રાતે જમ્મુ એરફોર્સ સ્ટેશન ખાતે 5 મિનિટમાં થયા 2 વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર કરાયો સીલ


- પહેલો વિસ્ફોટ ઈમારતની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો

નવી દિલ્હી, તા. 27 જૂન, 2021, રવિવાર

જમ્મુ કાશ્મીરના એરફોર્સ સ્ટેશન ખાતે મોડી રાતે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ હડકંપ મચી ગયો હતો. જાણવા મળ્યા મુજબ મોડી રાતે 01:50 કલાકે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જોકે આ વિસ્ફોટમાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ થયું હોવાના સમાચાર સામે નથી આવ્યા. 

વિસ્ફોટ બાદ સાવચેતીના ભાગરૂપે પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાંથી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. 

વિસ્ફોટનો અવાજ સંભળાયો તે વિસ્તાર હાઈ સિક્યોરિટીમાં આવે છે. માત્ર 5 જ મિનિટના અંતરમાં વિસ્ફોટના 2 અવાજ સંભળાયા હતા. પહેલો વિસ્ફોટ ઈમારતની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો. વિસ્ફોટ થયાની ગણતરીની મિનિટોમાં જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. 

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની