Operation AJAY | ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી (Palestine Israel War) સુરક્ષિત લાવવામાં આવ્યા છે. #OperationAjay gets underway. 212 citizens onboard the flight are enroute New Delhi. pic.twitter.com/fGSAYiXbBA — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 12, 2023 કેન્દ્રીય મંત્રીએ ભારતીયોનું સ્વાગત કર્યું કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી (Israel Hamas war) પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં. અમારી સરકાર તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે. ચંદ્રશેખરે વિદેશ મંત્રાલયનો આભાર માન્યો હતો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની ટીમના આભારી છીએ. તેમણે વિદેશ મંત્રાલય અને એર ઈન્ડિયા ફ્લાઇટના ક્રૂનો પણ આ શક્ય બનાવવા અને લોકોને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ આભાર માન્યો હતો. સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા બાદ લોકોએ શું કહ્યું? ઈઝરાયલથી દિલ્હી ...