ઓપરેશન અજય હેઠળ પ્રથમ ફ્લાઈટ ભારત પહોંચી, 212 ભારતીયો ઈઝરાયલથી સુરક્ષિત વતન પરત

Operation AJAY | ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી (Palestine Israel War) સુરક્ષિત લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ ભારતીયોનું સ્વાગત કર્યું

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી (Israel Hamas war) પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં. અમારી સરકાર તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે.

ચંદ્રશેખરે વિદેશ મંત્રાલયનો આભાર માન્યો હતો

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની ટીમના આભારી છીએ. તેમણે વિદેશ મંત્રાલય અને એર ઈન્ડિયા ફ્લાઇટના ક્રૂનો પણ આ શક્ય બનાવવા અને લોકોને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ આભાર માન્યો હતો.

સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા બાદ લોકોએ શું કહ્યું?

ઈઝરાયલથી દિલ્હી પરત ફરેલી એક નાગરિકે કહ્યું કે હું એર ઈન્ડિયા વતી તેલ અવીવમાં એરપોર્ટ મેનેજર તરીકે કામ કરતી હતી, હું છેલ્લા 10 મહિનાથી ત્યાં હતી, ત્યાંથી અમને કાઢી મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસથી અહીં સ્થિતિ તંગ છે. અમે તે પરિસ્થિતિનો સામનો કર્યો અને હવે અમે ભારતમાં છીએ. મારો પરિવાર ભારતમાં રહે છે, હું ત્યાં (તેલ અવીવ) રહેતી હતી. 

દરેક લોકો ચિંતિત હતા... 

ઓપરેશન અજય હેઠળ ભારત પરત ફરેલા અન્ય એક નાગરિકે કહ્યું કે ઇઝરાયેલમાં યુદ્ધ શરૂ થયા બાદ અમને ભારતમાંથી અમારા પરિવાર અને મિત્રોના ફોન આવવા લાગ્યા, દરેક જણ અમારા માટે ચિંતિત હતા. તેમણે કહ્યું કે, હું ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું કે આ ઓપરેશન હેઠળ અમને ઈઝરાયેલથી સુરક્ષિત રીતે ભારત લવાયા. 

શું છે ઓપરેશન અજય?

તમને જણાવી દઈએ કે, ઓપરેશન અજય હેઠળ, યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં આવી રહ્યા છે, જે ગુરુવારે મોડી રાત્રે શરૂ થયું હતું. આ અંતર્ગત ભારતીયોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવામાં આવશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો