VIDEO : લંડન પોલીસે ગ્રેટા થનબર્ગની ધરપકડ કરી : ઓઈલ-ગેસ કંપનીઓ સામે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનો આરોપ

લંડન, તા.17 ઓક્ટોબર-2023, મંગળવાર

કલાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિગ જેવા અત્યંત પડકારજનક વિષયો પર નાની ઉંમરે પોતાના વિચારો પ્રગટ કરીને દુનિયામાં નામના મેળવનાર સ્કૂલ ગોઇંગ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg)ની લંડન પોલીસે (London Police) આજે ધરપકડ કરી છે. ગ્રેટા સેન્ટ્રલ લંડનમાં તેલ અને ગેસ કંપનીઓ (Oil And Gas Companies) વિરુદ્ધ એક પ્રદર્શનમાં સંબોધન કરી રહી હતી, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી છે.

અગાઉ સ્વિડન, નોર્વે અને જર્મની પોલીસે ગ્રેટાની ધરપકડ કરી હતી

ગ્રેટા થનબર્ગે વર્ષ 2018માં સ્વિડનની સંસદ સામે સાપ્તાહિક વિરોધ-પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ ગ્રેટા યુવા જળવાયુ કાર્યકર્તા તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. સ્વિડન, નોર્વે અને જર્મની પોલીસે પણ આ વર્ષે ગ્રેટાની ધરપકડ કરી હતી અને તેણીને વિરોધ-પ્રદર્શનથી દુર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રેટાની ધરપકડ મામલે લંડન પોલીસે કોઈ પ્રતિક્રિયા ન આપી

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો મુજબ ગ્રેટા થનબર્ગ ‘ઓયલી મની આઉટ’ના સૂત્રાચારવાળો બેઝ પહેરેલી જોવા મળી. જ્યારે પોલીસના બે અધિકારીઓ ગ્રેટા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તે શાંતિથી ઉભી હતી. એક અધિકારી ગ્રેટાનો હાથ પકડીને ત્યાંથી લઈ જતા જોવા મળ્યો. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલો મુજબ ‘જ્યારે લંડનની મેટ્રોપોલિટન પોલીસનો સંપર્ક કરાયો તો તેમણે કોઈ પ્રતિક્રિયા ન આપી.’

ઓઈલ અને ગેસ કંપનીઓના નેતાઓની એક બેઠકનો વિરોધ કર્યો

આ ઘટના વચ્ચે પર્યાવરણીય ગ્રૂપ ગ્રીનપીસે કહ્યું કે, અમારા બે કાર્યકર્તાઓ મેફેયરમાં ઈન્ટરકાન્ટિનેન્ટલ હોટલ સામે ધરણા કર્યા અને હોટલની અંદર ચાલી રહેલી ઓઈલ અને ગેસ કંપનીઓના નેતાઓની એક મિટિંગનો વિરોધ કર્યો, જેમાં હોટલના પ્રવેશ દ્વાર પર ‘મેક બિગ ઓઈલ પે’ લખેલો વિશાળ બેનર ફરકાવાયો. ગ્રીનપીસે કહ્યું કે, બ્રિટન પર જીવાશ્મ ઈંધણ ઉદ્યોગની અસરના વિરોધમાં સેંકડો પ્રદર્શનકારીઓ કાર્યક્રમ સ્થળે એકઠા થયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે