ઈઝરાયલે જાહેર કર્યો VIDEO, હમાસ હોસ્પિટલમાં વિસ્ફોટ સામગ્રી લઈ ગયા હોવાનો દાવો, રશિયાએ માંગી સેટેલાઈટ ઈમેજ

જેરુસલેમ, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝાના અલ-અહલી હોસ્પિટલ (Gaza Hospital Attack) પર મંગળવારે મોડી રાત્રે મિસાઈલ હુમલો થયો હતો, જેમાં 500થી વધુ લોકોના મોત નિપજ્યા છે, ત્યારે આ હુમલા કોણે કર્યો તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હુમલાને લઈ ઈઝરાયેલ અને હમાસ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ઈઝરાયેલ હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવ્યું છે, તો હમાસનું કહેવું છે કે, ઈઝરાયેલી સેનાએ જાણીજોઈને હોસ્પિટલને નિશાન બનાવી છે. હોસ્પિટલ પર હુમલાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ઈઝરાયેલે હોસ્પિટલ પર હુમલાના પુરાવા જાહેર કર્યા છે. ઈઝરાયેલે પુરાવારૂપે એક વીડિયો જારી કર્યો છે, જેમાં દર્શાવાયું છે કે, હમાસના આતંકવાદીઓ કેવી રીતે હોસ્પિટલની અંદર હથિયારો અને દારુગોળો લઈ ગયા...

ઈઝરાયેલના પુરાવા પર USની મહોર, રશિયા અસમંજસમાં

અમેરિકા (America)એ ઈઝરાયેલના પુરાવા પર મહોર મારી દીધી છે, જોકે રશિયા (Russian) હજુ પણ અસમંજસની સ્થિતિમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. રશિયાએ ઈઝરાયે પાસે સેટેલાઈટ ઈમેજની માંગ કરી છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, જો ઈઝરાયેલ આ હુમલામાં સામેલ નથી તો તેણે સેટેલાઈટ ઈમેજ જાહેર કરવી જોઈએ.

ગાઝા હોસ્પિટલ રોકેટથી હુમલામાં 500ના મોત

ઉલ્લેખનિય છે કે, મંગળવારે મોડી રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો (Gaza Hospital Attack) થયો હતો, જેમાં 500 લોકોના મોત અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને લઈ હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધની વાત કરીએ તો અત્યાર સુધીમાં યુદ્ધમાં કુલ 4761 લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લાખો લોકો બેઘર પણ થયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝામાં 3300 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 13000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે વેસ્ટ બેંકમાં 61ના મોત, 1250 લોકો ઈજાગ્રસ્ત તેમજ ઈઝરાયેલમાં 1400 લોકોના મોત અને 4475 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો