વિધાનસભા ચૂંટણી : મતદાર યાદીમાં ખામી હોવાના આરોપ સાથે કોંગ્રેસ પહોંચી ચૂંટણી પંચ, જાણો શું કરી ફરિયાદ

નવી દિલ્હી, તા.06 ઓક્ટોબર-2023, શુક્રવાર

દેશમાં આ વર્ષના અંતે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election 2023) યોજાવાની છે. મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં યોજાનાર ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ચૂંટણી પંચે (Election Commissioner) પણ મતદાન યાદી અપડેટ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક ખન્ના (Vivek Tankha)ની આગેવાની હેઠળના મધ્ય પ્રદેશના કોંગ્રેસ જૂથના મોટા નેતાઓએ ચૂંટણી કમિશનર સાથે આજે મુલાકાત કરી છે.

કોંગ્રેસે ચૂંટણી પંચને શું કહ્યું ?

દિલ્હીમાં યોજાયેલ આ મુલાકાત બાદ કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિવેક તન્ખાએ કહ્યું કે, અમે ચૂંટણી પંચ સમક્ષ મતદાન યાદીમાં ડુપ્લીકેસી, ડિલીશંસ અને અન્ય સમસ્યાઓ અંગે ફરિયાદ રજુ કરી છે. પંચે પણ સારો પ્રતિભાવ આપ્યો છે અને યાદીમાં સુધારા માટે તમામ પ્રકારનો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે. તન્ખાએ કહ્યું કે, ચૂંટણી પંચના વર્તનથી તેઓ સંતુષ્ટ છે.

કોંગ્રેસ શું કરી ફરિયાદ ?

વિવેક તન્ખાના જણાવ્યા મુજબ, તેઓ ચૂંટણી પંચ સક્ષ મતદાન યાદીમાં રહેલી ભુલો, ડુપ્લીકેસી, ડિલીસંશની ફરિયાદ તેમજ ડેટા પણ લઈને ગયા હતા. તેમણે કહ્યું કે, ખંડવા (મધ્યપ્રદેશનું એક વિસ્તાર)માં મતદાન યાદીમાં અમારા ધ્યાને આવેલ 28000 ડુપ્લીકેસી રિપ્રેઝન્ટેટિવ ડેટા પણ આપ્યો છે. અમે ડુપ્લીકેસીની સમસ્યા ધરાવતા 43 ડિસ્ટ્રિક્ટનો ડેટા પણ આપ્યો છે. એક રાજકીય પક્ષ તરીકે એકલા શું ન કરી શકીએ તેનું આ ઉદાહરણ હતું. તેમણે કહ્યું કે, ખુશી વાત છે કે, ઈલેક્શન કમિશનેનું વલણ ખુબ જ પોઝિટિવ હતું.

‘ચૂંટણી રાજ્યોના ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટર્સોને નિર્દેશ જારી કરાશે’

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, અમે ચૂંટણી પંચના અધિકારીઓની વ્યસ્તતાને ધ્યાને રાખી રાજ્ય સ્તરે સમાધાન (ખામીયુક્ત મતદાર યાદી)ની વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે, જે અંગે પંચે કહ્યું કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને ડિસ્ટ્રીક્ટ કલેક્ટરસને વિશેષ નિર્દેશ અપાશે. વિવેક તન્ખાના જણાવ્યા મુજબ ‘તેમણે ચૂંટણી પંચને કહ્યું કે, તેઓ ચૂંટણી રાજ્યા ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસર્સ અને જિલ્લાના કલેક્ટરોને આદેશ આપે કે, જ્યારે પણ અમે ખામી જણાવીએ તો તેમણે તુરંત એક્શન લેવી જોઈએ. આ બાબતે પણ ચૂંટણી પંચ તૈયાર થયું છે. તેમણે આજે જ આ મામલે ડાયરેક્શન મોકલવાની વાત કહી છે. જિલ્લા અથવા સ્ટેટ લેવલે જે પણ ખામીઓ બતાવવામાં આવે, તેના પર તુરંત કાર્યવાહી કરવાનું કહેશે.’

આ 5 રાજ્યોમાં યોજાશે ચૂંટણી

ઉલ્લેખનિય છે કે, આ વર્ષને અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર-2023થી જાન્યુઆરી-2024 સુધીનો છે. 40 બેઠકો ધરાવતા મિઝોરમમાં 17 ડિસેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે, જ્યારે છત્તીસગઢનો કાર્યકાળ 3 જાન્યુઆરી, મધ્ય પ્રદેશ 6 જાન્યુઆરી, રાજસ્થાન 14 જાન્યુઆરી અને તેલંગણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.

ભાજપ 5 ચૂંટણી રાજ્યોમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તામાં

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ ભાજપ (BJP)ની સત્તા છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ (Congress), તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને મિઝોરમમાં નેશનલ ફ્રન્ટ સત્તા પર છે.

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે