ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો માટે કેન્દ્ર સરકારનો ખાસ સંદેશ, સાથે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


Message By Indian Ambassador to Israel : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. એવામાં, ભારતીય દૂતાવાસે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને એક સંદેશ આપ્યો છે. ઇઝરાયેલમાં ભારતીય રાજદૂત સંજીવ સિંગલાએ ટ્વીટર પર એક વિડીયો દ્વારા લોકોને ચિંતા ન કરવા જણાવ્યું હતુ. આ વિડીયોમાં તેમણે સંદેશ આપતા જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે અને આવી પરીસ્થિતિમાં સરકાર દ્વારા સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકાર લોકોની સુરક્ષા હેતુ કામ કરી રહી છે. 

 

ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિક માટે ખાસ મેસેજ..

ઉપરાંત તેમણે આ મેસેજ આપતા કહ્યું કે, ઈઝરાયેલમાં રહેતા કોઈપણ નાગરિકને ડરવાની અથવા ચિંતા કવાની જરૂર નથી. આ મુશ્કેલ સમયમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોને યોગ્ય રીતે અનુસરવા અને જો કોઈ ભારતીય નાગરિકને મુશ્કેલી સર્જાય છે તો તે તરત જ  ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસની મુલાકાત લઈ શકે છે. ભારતીય દૂતાવાસથી તમામ રીતની સહાય પૂરી પાડવામાં આવશે. 

મદદ માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક 

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને તેના નાગરિકોને મદદ કરવા માટે 24-કલાક હેલ્પલાઇન નંબરો +972-35226748 અને +972-543278392 અથવા ઇમેઇલ ID cons1.telaviv@mea.gov.in રજૂ કરવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો