G-20 બાદ હવે દિલ્લીમાં થશે P-20, જાણો શું છે અને G-20થી કેટલું અલગ?


P-20 Meeting: ભારતની મેજબાનીમાં યોજાયેલી  G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવ્યા હતા. હવે રાજધાની દિલ્લીમાં P-20ની તૈયારીઓ પૂરી થઇ ચુકી છે. આ સંમેલન 13 અને 14 ઓક્ટોબરે દિલ્લીના દ્વારકામાં બનેલા નવા કન્વેશન સેન્ટર યશોભૂમિમાં થશે. જેના માટે દિલ્લીને સજાવવામાં આવી છે. આથી ફરી G-20 જેવા નજારા જોવા મળશે. 

શું છે P-20 સંમેલન?

આ P-20 સંમેલન એ G-20 સાથે જોડાયેલું છે. P-20 એટલે સંસદીય સ્પીકર્સ સમિટ. જેમાં G-20ના સભ્ય દેશના અધિકારીઓ સામેલ થશે. આ ઉપરાંત આમંત્રિત દેશોના અધિકારીઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે. જેમાં અધ્યક્ષ દ્વારા ભારતના લોકતંત્ર વિષે માહિતી મેળવવામાં આવશે. જેમાં ભારતીય સંસદની અધ્યક્ષતામાં G-20 દેશોની સંસદના સ્પીકર્સ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. દર વર્ષે G-20 બાદ P-20ની બેઠક યોજાઈ છે. જેમાં આ વર્ષે ભારત આ બેઠકની મેજબાની કરશે. આ નવમી P-20 બેઠક છે, જે ભારતમાં આયોજિત થશે. 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હી G20 લીડર્સ સમિટમાં આફ્રિકન યુનિયન G20 ના સભ્ય બન્યા પછી પાન-આફ્રિકન સંસદ પ્રથમ વખત P20 સમિટમાં ભાગ લેશે.

આ બેઠકમાં ચર્ચાશે આ મુદ્દા

પીએમ મોદી 13 ઑક્ટોબરે G-20 સભ્ય દેશોની સંસદીય સ્પીકર્સ સમિટ એટલે કે 'P-20'નું ઉદ્ઘાટન કરશે. આ બેઠકમાં લિંગ સમાનતા, પર્યાવરણ, લોકતંત્રની શક્તિ, મહિલા નેતૃત્વ વિકાસ, ગ્રીન એનર્જી જેવા અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 

આ વખતે ભારતમાં યોજાનારી P-20 કોન્ફરન્સની થીમ 'વસુધૈવ કુટુંબકમ-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ' છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ભારત તરફથી આ સમિટમાં ભાગ લેશે. તેવી જ રીતે અન્ય દેશોની સંસદના વડાઓ પણ બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચી રહ્યા છે. તેમના સ્વાગત માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય દિલ્હીમાં પણ તમામ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

<="" p="">


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો