Asian Games 2023 : આર્ચરીમાં જ્યોતિ સુરેખા વેન્નમનું શાનદાર પ્રદર્શન, ભારતને અપાવ્યો વધુ એક ગોલ્ડ


Jyothi Surekha Vennam wins gold : ભારતીય એથ્લીટ્સ એશિયન ગેમ્સ 2023માં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સના આજે 14માં દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ (one more Gold medal win) આવ્યો છે જેમાં આર્ચરીમાં જ્યોતિ સુરેખા વેન્નમે (Jyothi Surekha Vennam) શાનદાર પ્રદર્શન કરતા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ ભારતે અત્યાર સુધીમાં 23 ગોલ્ડ મેડલ જીત્યા છે જ્યારે મેડલ ટેલી 97 પર પહોંચી ગઈ છે.

જ્યોતિએ ફાઈનલમાં દક્ષિણ કોરિયાની ખેલાડીને હરાવી

જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની કમ્પાઉન્ડ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં શાનદાર રેકોર્ડ બનાવતા તેણે ફાઈનલ મેચ 149-145ના માર્જિનથી જીતી હતી. તેણીએ દક્ષિણ કોરિયાની સો સીને હરાવી હતી અને કમ્પાઉન્ડ આર્ચરીમાં તમામ સ્પર્ધા જીતી છે.

ભારતે અત્યાર સુધીમાં 97 મેડલ જીત્યા છે

19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 97 મેડલ જીત્યા છે. હવે ભારત 100 મેડલના લક્ષ્યથી 3 ડગલાં જ દૂર છે. ભારતના 97 મેડલમાં 23 ગોલ્ડ, 34 સિલ્વર અને 40 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ પહેલા ભારતે છેલ્લા 13 દિવસમાં કુલ 95 મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15, નવમા દિવસે સાત, દસમા દિવસે નવ, 11મા દિવસે 12, બારમા દિવસે વધુ પાંચ. તેરમા દિવસે 9 મેડલ જીત્યા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો