જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટરથી હડકંપ, હિન્દુ અને શીખ ધર્મના લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા ચેતવણી

જમ્મુ-કાશ્મીરના પૂંછ (Jammu and Kashmir) વિસ્તારમાં હિન્દુ અને શીખ (Anti Hindu And anti sikh poster) પરિવારોને ઘર છોડી જવાની ધમકી અપાઈ છે. અનેક ઘરો પર પોસ્ટર (Poonch Poster)ચોંટાડી દેવાયા છે અને ઘરને ખાલી કરવાની ધમકી પણ અપાઈ છે. જો આવું નહીં કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે તેવો દાવો કરવામાં આવ્યો છે. 

લોકોએ કાર્યવાહીની માગ કરી 

આ દરમિયાન પીડિતોએ પોલીસ અને સૈન્યને ધમકી આપનારા દેશવિરોધી તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. પૂંછ જિલ્લાના દેગવાર સેક્ટર પાકિસ્તાનની સરહદે આવેલું છે. શનિવારે સાંજે આશરે 6 વાગ્યે લોકો પોતાના ઘરથી બહાર આવ્યા તો આ પોસ્ટર જોઇને તેઓ ડરી ગયા હતા.

પોસ્ટર પર શું લખેલું છે 

આ પોસ્ટર પર ઉર્દૂમાં લખેલું હતું કે તમામ હિન્દુ અને સરકાર બિરાદરીના લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ જલદીથી જલદી વિસ્તારને ખાલી કરી દે નહીંતર તમારે ભોગવવાનો વારો આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો