પ્રાઈવેટ બેંકોના કર્મચારીઓમાં સ્ટ્રેસ વધ્યો ? નોકરી છોડનારાઓની સંખ્યા વધતા RBI ગર્વનરે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી, તા.31 ઓક્ટોબર-2023, મંગળવાર

પ્રાઈવેટ બેંકો (Private Banks)માં નોકરી છોડનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ મામલે બેન્કિંગ સેક્ટર (Banking Sector)ના નિયમનકાર ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) પ્રતિક્રિયા આપી છે. RBIના ગવર્નરે કહ્યું કે, આરબીઆઈ બેંકોમાંથી નોકરી છોડનારાઓની દર પર સતત નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, પ્રાઈવેટ ક્ષેત્રની બેંકોમાં નોકરી છોડનારાઓની સંખ્યામાં વધુ વધારો જોવા મળ્યો છે.

પ્રાઈવેટ બેંકોમાં નોકરી છોડનારાઓની સંખ્યા વધી

છેલ્લા ઘણા સમયથી ખાનગી ક્ષેત્રની બેંકોમાં નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મોટાભાગે સેલ્સ ટાર્ગેટ, ગ્રોથની મર્યાદિત ક્ષમતા, કાર્ય સ્થળે સીનિયરો દ્વારા ખરાબ વ્યવહાર અને લાંબા કામના કલાકો તેમજ પ્રમોશનમાં વિલંબના કારણે બેંક કર્મચારીઓની નોકરી છોડવાની સંખ્યા વધી છે. મોટાભાગે આવી સ્થિતિ યુવા બેંક કર્મચારીઓમાં જોવા મળી રહી છે. ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બેંકની ઘટના સામે આવી હતી, જેમાં સીનિયર અધિકારી દ્વારા જૂનિયર કર્મચારી સાથે દુવ્યવહાર કરાયો હતો.

એટ્રીશન રેટમાં સતત વધારો

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFC બેંકમાં નોકરી છોડનાર કર્મચારીઓનો દર એટલે કે એટ્રીશન રેટ 2022-23માં વધીને 34.15 ટકા પર પહોંચ્યો છે, જ્યારે 2021-22માં આ રેટ 27.6 ટકા હતો. કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)માં પણ 2022-23માં 14,175 કર્મચારીઓએ નોકરી છોડી દીધી અને તેનો એટ્રીશન રેટ 58.2 ટકા પર પહોંચ્યો છે, જ્યારે એક્સિસ બેંકમાં 2022-23માં એટ્રીશન રેટ 34.8 ટકા નોંધાયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો