Operation Ajay | ચોથી ફ્લાઈટ 274 ભારતીયો સાથે રવાના, ઈઝરાયલથી કુલ 644 લોકો દેશ પરત
Operation Ajay | ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Israel vs Hamas War) દરમિયાન ભારતીયોને વતન પરત લાવવા ઓપરેશન અજય હેઠળ ચોથી ફ્લાઈટ શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલના તેલ અવીવથી ભારત જવા ઉપડી ગઈ હતી. ચોથી ફ્લાઇટમાં 274 ભારતીય નાગરિકો સવાર છે, જેમને ભારત લાવવામાં આવી રહ્યા છે.
#OperationAjay moves forward.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 14, 2023
197 more passengers are coming back to India. pic.twitter.com/ZQ4sF0cZTE
ત્રીજી ફ્લાઈટમાં 197 નાગરિકો ભારત પહોંચ્યા
આ પહેલા આ ઓપરેશનની ત્રીજી ફ્લાઈટ શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલથી દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આ વિમાનમાં 197 ભારતીય નાગરિકો સવાર હતા, જેમને ઈઝરાયેલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા હતા. ઓપરેશન અજય હેઠળ અત્યાર સુધીમાં 644 લોકોને ભારત લાવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રી જયશંકરે માહિતી આપી
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, ઇઝરાયેલથી ભારત માટે રવાના થનારી આ એક દિવસમાં બીજી ફ્લાઇટ છે.
શું છે ઓપરેશન અજય?
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલમાં ફસાયેલા લગભગ 18,000 ભારતીયોને પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવારથી ભારતીયોની નોંધણી શરૂ થઈ ગઈ છે. આ હુમલાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, જેમાં 1,300 થી વધુ ઈઝરાયેલીઓ માર્યા ગયા છે, જ્યારે ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 3000 થી વધુ પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા છે.
Comments
Post a Comment