આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે વહેલી સવારે ઈડીના દરોડા, તપાસ શરૂ કરાઈ
આપના સાંસદ સંજય સિંહના આવાસ પર બુધવારે સવારે ઈડી (ED Raid On AAP MP sanjay Singh) દરોડાની કાર્યવાહી કરવા પહોંચી હતી. માહિતી અનુસાર આ દરોડાની કાર્યવાહી દિલ્હીની વિવાદિત લીકર પોલિસી (Delhi controversial liquor policy )ની તપાસ માટે કરવામાં આવી રહી છે.
અગાઉ નજીકના ખાસ લોકો પર થઇ હતી કાર્યવાહી
અગાઉ સંજય સિંહના નજીકના લોકો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. લીકર કૌભાંડની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ સામેલ હતું. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) પણ લીકર પોલિસી કૌભાંડ મામલે પોલીસની કસ્ટડીમાં છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતા તપાસ એજન્સીઓના રડાર પર આવી ચૂક્યા છે. ઈડીએ મની લોન્ડરિંગ મામલે ગત વર્ષે મેમાં આપ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. હાલ તે બીમારીને લીધે સુપ્રીમકોર્ટથી વચગાળાના જામીન મળ્યા બાદ જામીન પર મુક્ત છે.
Comments
Post a Comment