Israel-Hamas War : હમાસના હુમલામાં 10 નેપાળી વિદ્યાર્થીઓના મોત, 11 લાપતા
જેરુસલેમ, તા.08 ઓક્ટોબર-2023, રવિવાર
ઈઝારાયેલમાં હમાસના હુમલા (Israel-Hamas War)માં નેપાળના 10 વિદ્યાર્થીઓ (Nepali Student)ના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ જાણકારી ઈઝરાયેલ સ્થિત નેપાળ દુતાવાસના અધિકારીએ આપી છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનો આદેશ અપાયો છે. હમાસે ઈઝરાયેલ પર શનિવારે અચાનક હુમલો કરી દીધા બાદ ચારેકોર અફરાતફરી સર્જાઈ છે.
હાલ ઈઝરાયેલમાં 4500 નેપાળીઓ
સઉદીએ કહ્યું કે, 11 નેપાળી વિદ્યાર્થી સાથે સંપર્ક કરી શકાયો નથી અને તેમને જાનહાનિ પહોંચી હોવાની આશંકા છે. હાલ અમે નેપાળના વિદ્યાર્થીઓની સ્થિતિ જાણવા પ્રયાસો કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ‘સીખો અને કમાણી કરો’ કાર્યક્રમ હેઠળ 17 નેપાળી વિદ્યાર્થીઓ ઈઝરાયેલના કુબુઝ અલુમિમમાં રહેતા હતા, જેમાંથી 2 વિદ્યાર્થીઓ સુરક્ષિત નિકળવામાં સફળ થયા, જ્યારે 3 લાપતા થયા છે. વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ ઈજાગ્રસ્ત નેપાળી વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ ઈઝરાયેલમાં 4500 નેપાળીઓ કામ કરી રહ્યા છે, જ્યારે 265 નેપાળી વિદ્યાર્થીઓ વિવિધ કૃષિ કંપનીઓમાં કામ કરી રહ્યા છે.
1000 લોકોના મોત, 2000થી વધુ ઈજાગ્રસ્ત
અગાઉ નેપાળના વિદેશમંત્રી એન.પી.સઉદીએ આજે કહ્યું હતું કે, ઈઝરાયેલમાં આતંકવાદી જુથ હમાસના હુમલામાં નેપાળીના 4 વિદ્યાર્થીના મોત થયા છે, જ્યારે 11 વિદ્યાર્થી લાપતા છે. મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલના દક્ષિણી ભાગમાં અભ્યાસ કરી રહેલ ગુમ વિદ્યાર્થીઓ જાનહાનિ પહોંચી હોવાની આશંકા છે. મળતા અહેવાલો મુજબ ઈઝરાયેલમાં 2 દિવસમાં અત્યાર સુધીમાં 1000 લોકોના મોત થયા છે. જ્યારે 2000થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.
હમાસે ઈઝરાયેલમાં ભારે વિનાશ વેર્યો
પેલેસ્ટાઈનમાં આશરો લઈ રહેલા આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ ઉપર શનિવારે વહેલી સવારથી 5000 રોકેટનો મારો ચલાવી ભારે વિનાશ વેર્યો છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં પેરાગ્લાઈડર, સમુદ્ર, જમીન માર્ગે ઘૂસ્યા હતા અને રસ્તામાં આવતા-જતા તમામ લોકો પર અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. હાલ હમાસ આતંકવાદીઓએ ઘણા ઈઝરાયેલીઓને બંધક બનાવ્યા હોવાના અહેવાલો છે.
Comments
Post a Comment