મહારાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ-પ્રદર્શન કરનારા સામે મોટી કાર્યવાહી, 200 લોકો સામે FIR

મુંબઈ, તા.27 ઓક્ટોબર-2023, શુક્રવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ને આજે બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આ વિનાશકારી યુદ્ધમાં બંને તરફી હજારો લોકોના મોત થયા છે, ત્યારે મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે જિલ્લામાં પેલેસ્ટાઈન (Palestine)ના સમર્થનમાં વિરોધ-પ્રદર્શન કરવા મામલે પોલીસે 200થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, બુધવારે બપોરે મુંબ્રા વિસ્તારમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI) દ્વારા આયોજિત વિરોધ-પ્રદર્શન માટે સેંકડો લોકો એકત્ર થયા હતા.

પ્રદર્શનકારીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં બેનરો અને સૂત્રોચ્ચાર કર્યા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, FIRમાં 16 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. હાલ કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીએ કહ્યું કે, એફઆઈઆર મુજબ પ્રદર્શનકારીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં બેનરો અને સૂત્રોચ્ચાર કર્યા અને ભારત સરકારના આદેશનું ઉલ્લંઘન કર્યું. તેમણે કહ્યું કે, આંદોલનનો વીડિયો બનાવવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કર્યો.

યુદ્ધમાં અત્યાર સુધીમાં 7000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલે હમાસ શાસિત ગાઝા (Gaza)માં હુમલા શરૂ કર્યા બાદ અહીં 2900થી વધુ સગીરો, 1500થી વધુ મહિલાઓ સહિત 7000થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. હમાસે 7 ઓક્ટોબરે દક્ષિણી ઈઝરાયેલમાં હુમલો શરૂ કર્યો હતો, ત્યારબાદ ઈઝરાયેલો વળતો જવાબ આપી વિનાશકારી હવાઈ હુમલા શરૂ કર્યા. ઈઝરાયેલના વળતા હુમલાના કારણે ગાઝામાં સામાન્ય લોકોની સ્થિતિને લઈને વિશ્વભરની ચિંતાઓ વધી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો