'ISRO પર રોજ 100થી વધુ સાયબર હુમલા...' ભારતના અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન અંગે શું બોલ્યાં સોમનાથ

image : Twitter


સાયબર ક્રાઈમ હાલના દિવસોમાં ચર્ચામાં છે, જેનાથી ISRO પણ અછૂત નથી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથનું (ISRO Chairman S Somnath) કહેવું છે કે દેશની સ્પેસ એજન્સી દરરોજ 100થી વધુ સાઈબર હુમલાઓનો (Cyber attack on ISRO) સામનો કરી રહી છે. તેમના આ નિવેદને સનસનાટી મચાવી દીધી છે. 

આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સને સંબોધી 

આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સની 16મી આવૃત્તિ કેરળમાં યોજાઈ હતી. કોચીમાં આયોજિત કાર્યક્રમના સમાપન સત્રમાં સોમનાથે કહ્યું હતું કે રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની શક્યતા ઘણી વધારે છે. સાયબર આરોપીઓ અત્યાધુનિક સોફ્ટવેર અને ચિપનો ઉપયોગ કરે છે. જો કે, ISRO આવા હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર છે. અમે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છીએ. ઈસરો રોકેટની અંદર હાર્ડવેર ચિપની સુરક્ષા પર ધ્યાન આપી રહ્યું છે. આ માટે તે વિવિધ ટેસ્ટ પર આગળ વધી રહ્યું છે.

ઈસરો સ્પેસ સ્ટેશન સ્થાપશે

ભારત આગામી 20 થી 25 વર્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરી શકે છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે આ ખુલાસો કર્યો છે. ચીની મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ગગનયાન મિશન ભારતને અંતરિક્ષમાં માનવીને મોકલવાની ક્ષમતા આપશે. તેની સફળતા બાદ ઇસરો સ્પેસ સ્ટેશન બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ઈસરોની યોજના છે કે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હોય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો