Israel vs Hamas War updates | હમાસે ફરી 150 મિસાઈલ ઝિંકી, ઈઝરાયલીઓનો મૃતકાંક 300ને પાર, હમાસના 230નાં મોત

image : IANS


Israel vs Hamas War updates | ઈઝરાયલ પર શનિવારની સવારે ઐતિહાસિક ત્રાસદીનો દિવસ વીત્યો. અત્યાર સુધી તેણે આવો દિવસ નહોતો જોયો. પેલેસ્ટાઈનમાં (Israel Palestine Conflict) આવેલા ગાઝાપટ્ટીમાં સક્રિય હમાસ સંગઠનના (Hamas terrorist Organisation) આતંકીઓએ ઈઝરાયલ પર ફક્ત 20 જ મિનિટમાં 5000 રોકેટ વરસાવીને આખા ઈઝરાયલ (Israel) સહિત વિશ્વભરને હચમચાવી નાખ્યું. આ સંઘર્ષમાં હવે મૃત્યુઆંક ચોંકાવનારો રહ્યો છે. 

ઈઝરાયલમાં એક જ દિવસમાં 300 લોકોના મોત 

અત્યાર સુધી ઈઝરાયલ પર થયેલા હમાસના હુમલામાં મૃતકાંક વધીને 300ને વટાવી ગયો છે. જ્યારે ઘાયલોની સંખ્યા 1500ને વટાવીગઈ છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે પણ 230 લોકોના જીવ લઈ લીધા છે. ઘાયલોની વાત કરીએ તો તેમની સંખ્યા 3500ને વટાવી ચૂકી છે. 

હમાસે અનેક ઈઝરાયલી સૈનિકોને બંધક બનાવ્યાં 

અગાઉ હમાસ વતી દાવો કરાયો હતો કે તેણે અનેક ઈઝરાયલી સૈનિકોને બંધક બનાવી લીધા છે. ઈઝરાયલી નાગરિકોને પણ બંધક બનાવાયાની માહિતી મળી રહી છે. શનિવારે જ હમાસે અલ અક્શા ફ્લડ નામે ઓપરેશનની શરૂઆત કરતાં ઈઝરાયલ પર આક્રમણ કરી દીધું હતું. તેના બાદ બદલા સ્વરૂપે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. તેના માટે શત્રુઓ સામે ઓપરેશન આયરન સ્વોર્ડ્સની જાહેરાત કરી. 

હમાસે ફરી ઈઝરાયલ પર 150 મિસાઈલ ઝિંકી 

માહિતી અનુસાર હમાસ તરફથી પણ ઈઝરાયલ પર હુમલા કરવાનું ચાલુ રખાયું છે. ઈઝરાયલ પર ફરી એકવાર 150થી વધુ મિસાઈલો ઝિંકવામાં આવી હતી. આ સંઘર્ષ હવે આગળ વધી શકે છે અને લોહીયાળ સંઘર્ષને પગલે બંને તરફથી મોટી જાનહાનિ થવાના સંકેત છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે