રેપિડ ટ્રેનનું નામ ‘નમો ભારત’ કરાતા કોંગ્રેસ લાલઘુમ, PM મોદી પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી, તા.19 ઓક્ટોબર-2023, ગુરુવાર

દેશની પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (Regional Rapid Transit System-RRTS)નું નામ ‘નમો ભારત’ (Namo Bharat Train) કરાયા બાદ રાજકારણ ગરમાયું છે. આ નામને લઈ કોંગ્રેસે (Congress) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર કટાક્ષ કર્યો છે. 

‘નમો સ્ટેડિયમ બાદ હવે નમો ટ્રેન’

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘નમો સ્ટેડિયમ બાદ હવે નમો ટ્રેન... તેમના અહંકારની કોઈ સીમા નથી.’ સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી આવતીકાલે ‘નમો ભારત’ ટ્રેનનું ઉદઘાટન કરવાના છે, જેનું અગાઉ નામ RRTS હતું.

‘દેશનું નામ ભારત શા માટે રાખવું જોઈએ ?’

ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રસ નેતા પવન ખેડાએ પણ વડાપ્રધાન પર આડકતરો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, દેશનું નામ ભારત શા માટે રાખવું જોઈએ ? દેશનું નામ પણ બદલીને નમો કરી નાખો અને અહીં જ કામ સમાપ્ત થઈ જશે.

આવતીકાલે ‘નમો ભારત’ ટ્રેનનું ઉદઘાટન

ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 20મી ઓક્ટોબરે દેશની પ્રથમ રેપિડ ટ્રેનનું (RAPIDX) ઉદઘાટન કરવાનાં છે. તેઓ સવારે 11.15 કલાકે સાહિબાબાદમાં રેપિડ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્તાવ કરાવશે. કેન્દ્ર સરકારે આ રેપિડેક્સ ટ્રેનનું નામ બદલીને ‘નમો ભારત’ કરવાનો નિર્ણય કર્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો