Israel vs Hamas War| 500થી વધુનાં મોત, હમાસે જણાવ્યું હુમલો કરવાનું કારણ? યુદ્ધમાં ક્યો દેશ કોના સમર્થનમાં?
Israel vs Hamas War updates | પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ આતંકી સંગઠન (Hamas terrorist Organisation) અને ઈઝરાયલ વચ્ચે જોરદાર યુદ્ધ (Israel vs Hamas War) ભડક્યું છે. આ યુદ્ધમાં બંને તરફ મોટી જાનહાનિ થઈ છે. બંને વચ્ચેના સંઘર્ષમાં કુલ 500થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગાઝા પટ્ટી ((Israel Palestine Conflict) ) તરફથી કરાયેલા રોકેટ હુમલામાં ઈઝરાયલમાં કુલ 300થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 1500થી વધુ ઘાયલોનો આંકડો છે. ત્યારે બીજી બાજુ ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝાપટ્ટીમાં 230થી વધુ લોકોના જીવ લેવાયા છે. અહીં ઘાયલોનો આંકડો પણ 3000ને વટાવી ગયો છે. હવે આ મામલે વિશ્વના દેશોની પ્રતિક્રિયા આવી રહી છે ત્યારે જાણો કોણે કોનું સમર્થન કર્યું છે...
યુએનના મહાસચિવે શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ (UN General secretary) એન્ટોનિયો ગ્યુટરેસે (UNSC Meeting On Israel Hamas Conflict) હમાસ દ્વારા કરાયેલા હુમલાની ટીકા કરી હતી. તેમણે બંનેને પક્ષોને વ્યાપક અથડામણથી બચવા માટે તમામ કૂટનીતિક પ્રયાસો કરવા આગ્રહ કર્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને શું કહ્યું?
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને (US President Joe Biden) જાહેરમાં આ મામલે ઈઝરાયલને સમર્થન કરી દીધું છે. તેમણે કહ્યું કે સંકટની આ ઘડીમાં દુનિયા અને આતંકીઓને હું કહેવા માગુ છું કે અમે ઈઝરાયલની પડખે છીએ. મેં સવારે જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ( Israel Prime Minister Benjamin Netanyahu) સાથે વાત કરી. યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જેમણે પોતાના પરિજનોને ગુમાવ્યાં તેમના માટે અમને ખેદ છે. અમે ઘાયલો જલદી સાજા થાય તેવી કામના કરીએ છીએ.
બ્રિટન, જર્મની હુમલાથી સ્તબ્ધ
બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલીએ હમાસની હુમલાને વખોડતાં કહ્યું કે ઈઝરાયલના આત્મરક્ષાના અધિકારોની સુરક્ષાને અમે સમર્થન કરીએ છીએ. જ્યારે જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જે કહ્યું કે ઈઝરાયલ પર હુમલાના અહેવાલથી અમે સ્તબ્ધ છીએ.
કતાર ઈઝરાયલ પર બગડ્યો
કતાર આ મામલે ગાઝાપટ્ટી અને પેલેસ્ટાઈનનો મજબૂત સમર્થક બનીને સામે આવ્યો છે. કતારના વિદેશ મંત્રાલયે આ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક પગલાં ભરવા કહ્યું છે જેથી ઈઝરાયલને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઘોર ઉલ્લંઘન કરતાં રોકી શકાય.
કુવૈતે પણ કરી આ ટિપ્પણી
બીજી બાજુ કુવૈતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાયલના કબજા અને ગેરકાયદે વસાહતોના વિસ્તરણને રોકવાનું આહ્વાન કર્યું. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે પેલેસ્ટાઈનના વેસ્ટ બેન્ક, જેરુસલેમ સહિત મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો હોવાનો દાવો કરવામાં આવે છે અને તેને લઈને જ પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે.
ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠને હુમલાનું સમર્થન કર્યું
જ્યારે ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે હમાસના હુમલાનું સમર્થન કર્યું હતું. હિઝબુલ્લાહ સંગઠનની હાજરી મોટાભાગે લેબેનોનમાં જોવા મળે છે. ત્યાં આ સંગઠન સરકારમાં પણ ભાગીદાર રહી ચૂક્યું છે. આ સંગઠન પર જ ઈઝરાયલ વિરુદ્ધ પેલેસ્ટાઈનના ગાઝામાં સંચાલિત હમાસ સંગઠનના આતંકીઓની મદદ કરવાનો આરોપ લાગે છે.
સાઉદીએ કહ્યું - સંયમ વર્તે બંને પક્ષો
સાઉદી અરબે બંને પક્ષોને તણાવ રોકવા, નાગરિકોની સુરક્ષા અને સંયમ વર્તવા પર ધ્યાન આપવા કહ્યું છે. મંત્રાલયે કહ્યું કે અમે સતત કબજા, પેલેસ્ટિનીઓને તેમના અધિકારોથી વંચિત કરવા અને તેમની પવિત્રતા વિરુદ્ધ વ્યવસ્થિત રીતે કરાતી ઉશ્કેરણીની પ્રવૃત્તિઓના પરિણામસ્વરૂપ સ્થિતિ સર્જાવાના ખતરા વિશે વારંવાર ચેતવણી આપતાં રહ્યા છીએ.
હમાસે જણાવ્યું કે કેમ કર્યો આટલો ઘાતક હુમલો?
હમાસે કહ્યું કે જેરુસલેમમાં પવિત્ર અલ અક્શા મસ્જિદને ઈઝરાયલ તરફથી અપવિત્ર કરવાનો બદલો લીધો છે. હમાસે કહ્યું કે ઈઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં પવિત્ર અલ અક્શા મસ્જિદમાં ગ્રેનેડ ફેંકી તેને અપવિત્ર કરી હતી. ઈઝરાયલી સેના સતત હમાસના ઠેકાણાઓ પર હુમલા કરે છે અને કબજો કરી લે છે. મહિલાઓ પર ઈઝરાયલી સૈન્ય હુમલા કરે છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે અરબ દેશોને અપીલ કરી હતી કે ઈઝરાયલ સાથેના સંબંધોને અંત લાવે. તેમણે કહ્યું કે ઈઝરાયલ એક સારો પાડોશી અને શાંત દેશ ક્યારેય બની જ નહીં શકે.
પાકિસ્તાન પણ હમાસની પડખે
બંને દેશો વચ્ચે શરૂ થયેલા યુદ્ધ અંગે પાકિસ્તાને કહ્યું કે અમે સંયમ અને નાગરિકોની સુરક્ષાનો આગ્રહ કરીએ છીએ. મધ્યપૂર્વના દેશોમાં કાયમી શાંતિ અને સંપ્રભુતા પેલેસ્ટાઈન સહિત બે રાજ્યોને માન્યતા આપવાના સમાધાનમાં સામેલ છે. જે 1967ની સરહદોએ આવેલા છે. તેના કેન્દ્રમાં અલ કુદ્સ અલ શરીફ છે.
ઈઝરાયલની નીતિઓ ટાઈમ બોમ્બ સમાન
જ્યારે અરબ લીગના પ્રમુખ અહેમદ અબુલ ઘીતે ઈઝરાયલના ગાઝામાં સૈન્ય અભિયાન અને બંને પક્ષો વચ્ચે અથડામણને રોકવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયલની હિંસક અને કટ્ટરપંથી નીતિઓનું નિરંતર અમલ એક ટાઈમ બોમ્બ જેવું છે જે આ ક્ષેત્રને નજીકના ભવિષ્યમાં સ્થિરતાના અવસરથી વંચિત કરે છે.
યમન-લેબેનોન પણ હમાસની પડખે
બીજી બાજુ યમન અને લેબેનોન જેવા દેશોએ પણ હમાસને સમર્થન આપ્યું છે અને યમનમાં હાજર અને કબજો ધરાવતા હૌથી બળવાખોરોએ કહ્યું છે કે આ હુમલાથી ઈઝરાયલની નબળાઈ છતી થઈ ગઈ. યમને હમાસના હુમલાને સન્માન, ગૌરવ અને રક્ષાની લડત ગણાવી હતી. જ્યારે લેબેનોને કહ્યું કે અમે હમાસના સતત સંપર્કમાં. ઈઝરાયલના કબજા વિરુદ્ધ હમાસે કરેલી કાર્યવાહી એક પ્રતિક્રિયા જ છે.
Comments
Post a Comment