વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, મહેસાણા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લેશે મુલાકાત

PM Modi Guajarat Visit : આજે વડાપ્રધાન મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ખેરાલુમાં એક રેલીમાં ભાગ લેવાના છે. 31 ઓક્ટોબરે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લાભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટેના સમારોહમાં ભાગ લેવા માટે તેઓ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. 

આજે મહેસાણાની મુલાકાતે જશે 

બે દિવસના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબર એટલે કે આજે ગુજરાતના મહેસાણાની મુલાકાત લેવાના છે.  અહીં તેઓ અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરના દિવસે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે, આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવાય છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો