ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો જેવી રમતો પર 28% GST 'કન્ફર્મ', કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

GST on Online Game: સરકારે પુષ્ટિ કરી છે કે ઓનલાઈન ગેમિંગ (Online Gaming), હોર્સ રેસિંગ  (Horse racing )અને કેસિનો (casino) પર 28 ટકા GST લાદવામાં આવશે. સરકાર આ નિર્ણયથી પીછેહઠ કરવાની નથી. કેન્દ્ર અને રાજ્યના જીએસટી કાયદામાં સુધારો કરવામાં આવશે અને 1 ઓક્ટોબર, 2023થી તે અમલી ગણાશે. 

મહેસૂલ સચિવે આપી માહિતી 

GST કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય અંગે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ (Sanjay Malhotra) કહ્યું કે રાજ્ય સરકારો તેને 1 ઓક્ટોબર, 2023 થી પસાર કરવા માટે સંમત થઈ છે. તેમણે કહ્યું કે આ નિયમ તે રાજ્યો પર પણ લાગુ થશે જેમણે હજુ સુધી આ અંગે કોઈ કાયદો બનાવ્યો નથી.

GST કાઉન્સિલની 52મી બેઠક

GST કાઉન્સિલની 52મી બેઠક પછી તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 18 રાજ્યોએ ઓનલાઈન ગેમિંગ અને અન્ય વસ્તુઓ પર GST લાદવા માટે સુધારા પસાર કર્યા છે, જ્યારે 13 એ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. દિલ્હી અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ પણ ઑનલાઇન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ અને મોકલેલી નોટિસનો મુદ્દો ઉઠાવ્યો છે.

કાયદો પહેલાથી જ અસ્તિત્વમાં 

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને મોકલવામાં આવી રહેલી નોટિસ અંગે તેમણે કહ્યું કે કાયદો પહેલાથી જ લાગુ છે. કાયદામાં હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ટેક્સ તો ચૂકવવો જ પડ્યો હોત કારણ કે પૈસા લગાવીને સટ્ટો પહેલેથી જ રમાતો હતો અને તેઓ સટ્ટાબાજીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. સટ્ટાબાજી માટે પહેલાથી જ એક કાયદો હતો, જેની હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ કારણોસર હવે નોટિસ મોકલવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે