World Cup 2023 : ભારત-પાક મેચ જોવા જતા પહેલા આટલું જાણી લેજો, આ વસ્તુઓ નહીં લઈ જવાય, પાણી-મેડિકલ ફ્રી


India-Pakistan World Cup Match : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની મોટી રાઇવલરી ભારત-પાકિસ્તાનની મેચ યોજવાની છે. બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. એવામાં  દર્શકોને લઈ એક ખાસ સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાવાની મેચ દરમિયાન જો તમે મેદાન પર મેચ જોવા જવાના છો તો નીચેની બાબતો ધ્યાને લેવી ખુબ જરૂરી છે.

ભારત-પાકિસ્તાનની મેચ જોવા જતા પહેલા જાણીલો આ બાબત  

1) દર્શકોને સવારે 10:00 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

2)  પ્રી મેચ અને મનોરંજન કાર્યક્રમ બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે.

3) દર્શકોને મેચ દરમિયાન માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરૂરી દવાઓ સાથે રાખી શકશે. આ સિવાયની અન્ય તમામ વસ્તુઓ પ્રતિબંધિત છે.

4)GCA એ મફત પાણી અને તબીબી સુવિધાનું આયોજન કર્યું છે.

મેચની અસલી અને નકલી ટિકિટ વચ્ચેનો ભેદ કઇ રીતે પારખવો ?

ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું કે આઇસીસી વર્લ્ડ કપની  મેચની ટિકિટોમાં ઘણી નકલી ટિકિટો  ફરતી થઇ છે. જેથી આ ભેદને પારખવા માટે ટિકિટમાં રહેતા ચાર સિક્યોરીટી પોઇન્ટ તપાસવા જરૂરી છે. જેમાં અસલી ટિકિટની અંદરની લેયરમાં કલર પેપરનો ઉપયોગ થયો છે. જે ઉપરથી સહેજ ફાડીને જોતા ખ્યાલ આવે છે. સ્ક્રેચનો સિમ્બોલ હોય છે. જેમાં કોડ લખેલો હોય છે. સાથેસાથે મેચને લગતી વિગતો ખુબ ઝીણવટ રીતે લખેલી હોય છે અને  ક્યુ આર કોડ સૌથી મહત્વનો હોય છે. જેથી કોઇપણ વ્યક્તિએ જો ગેરકાયદેસર રીતે બ્લેકમાં ટિકિટ લીધી હોય તો તે પહેલા  આ ચારેય સિક્યોરીટી પોઇન્ટને તપાસીને મેચ જોવા આવે. નહીતર નકલી ટિકિટના કારણે મેચમાં પ્રવેશ નહી મળી શકે.

ભારતે અમદાવાદમાં છેલ્લી 5 મેચમાંથી 4માં જીત મેળવી છે

ભારતે અમદાવાદમાં રમાયેલી પોતાની અંતિમ 5 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. ફેબ્રુઆરી 2022માં ભારતે આ મેદાન પર રમાયેલી પોતાની અંતિમ વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 96 રને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 265 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 169 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

ગિલે નેટ્સમાં શરુ કરી પ્રેક્ટિસ

ગિલને ODI World Cup 2023 શરુ થાય તે પહેલા ડેન્ગ્યુ થયો હતો. ત્યારબાદ તેને BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. તેને ચેન્નઈની એક હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસની અંદર તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ પહેલા ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે જણાવ્યું હતું કે 'ગિલ હવે ઠીક છે અને ખુબ ઝડપથી રિકવર કરી રહ્યો છે.' ગિલ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ માટે ટીમ સાથે દિલ્હી ગયો ન હતો પરંતુ તે પાકિસ્તાન સામે રમાનાર મેચ પહેલા અમદાવાદ પહોંચી ગયો હતો અને તેણે નેટ્સમાં પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. આવી સ્થિતિમાં એવી આશા રાખવામાં આવે છે ભારતીય ટીમનો આ સ્ટાર ઓપનર પાકિસ્તાન સામે રમાનાર મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો