હમાસ સામેના યુદ્ધમાં પહેલીવાર ભારતીય શહીદી! ભારતીય મૂળની 3 મહિલાઓના મોત

ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં (israel hamas war) ભારતીય મૂળની ત્રણ મહિલાઓના મોત થયા છે. ત્રણમાંથી એક મહિલા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનો ભાગ હતી અને એક પોલીસ દળમાં સામેલ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈઝાયલની ગાઝા બોર્ડર (gaza strip) પર મહિલા સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. ત્યારે, હમાસના આતંકવાદીઓ સાથે લડતા તેમનો જીવ ગયો અને આ યુદ્ધમાં પહેલીવાર ભારતીય શહીદીની પુષ્ટિ થઈ છે. શહીદ મહિલાઓ ભારતીય યહૂદી સમુદાયથી હતી. તેમના માતા-પિતા મહારાષ્ટ્રથી જઈને ઈઝરાયલમાં વસી ગયા હતા પરંતુ તેમનો(મહિલાઓ) જન્મ ત્યાં થયો હતો.

અમે જ હમાસને અલગ કરી દઈશુંઃ નેતન્યાહૂ

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ મોટું નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ કહ્યું કે, હમાસે વિચાર્યું હતું કે, અમે અલગ થઈ જઈશું પરંતુ અમે જ છીએ જે હમાસને અલગ કરી દઈશું.

ઈઝરાયલ મધ્ય-પૂર્વમાં તમામ જગ્યાએ ઑપરેશન કરશેઃ ઈઝરાયલ સેના

ઈઝરાયલના સેના પ્રક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, સેના મધ્ય પૂર્વમાં તમામ જગ્યાએ ઑપરેશન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જમીન, હવા અને દરિયાઈ રસ્તે હુમલાની યોજનામાં છે પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે, જમીની હુમલો ક્યારે થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે