સિંગૂર-નૈનો પ્રોજેક્ટ કેસ : ટાટા મોટર્સની મોટી જીત, બંગાળ સરકારને 766 કરોડ રૂપિયા વળતર ચૂકવવા આદેશ

નવી દિલ્હી, તા.30 ઓક્ટોબર-2023, સોમવાર

સિંગૂર-નેનો પ્રોજેક્ટ કેસ (Singur Nano Project Case)માં પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal Government) સામેના વળતર કેસમાં ટાટા મોટર્સની મોટી જીત થઈ છે. ટાટા મોટર્સ લિમિટેડે (Tata Motors Ltd) કહ્યું કે, સિંગૂર-નેનો પ્રોજેક્ટ કેસમાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા પેનલે કંપનીને વ્યાજ સહિત 766 કરોડ રૂપિયા વળતર ચૂકવવા પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમને આદેશ આપ્યો છે.

સિંગૂરમાં ઓટોમોબાઈલ ઉત્પાદનના રોકાણમાં ટાટા મોટર્સને થયું હતું નુકસાન

ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળનાં સિંગૂરમાં ઓટોમોબાઈલ ઉત્પાદન શરૂ કરવા રોકાણ કર્યું હતું, જોકે તેમાં નુકસાન થતા WBIDC વળતરનો દાવો માંડ્યો હતો. WBIDC એ પશ્ચિમ બંગાળના ઉદ્યોગો, વાણિજ્ય અને એન્ટરપ્રાઈઝ વિભાગની મુખ્ય નોડલ એજન્સી છે. કંપનીએ સોમવારે એક એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. માહિતી મુજબ ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યૂનલે ટાટા મોટર્સના પક્ષમાં સર્વસંમતિથી નિર્ણય સંભળાવ્યો છે અને કંપની 765.8 કરોડ રૂપિયાની વસૂલી કરવા હક્કદાર હોવાનું જણાવ્યું છે. તેમાં 1લી સપ્ટેમ્બર 2016થી WBIDC પાસેથી વાસ્તવિક વસૂલાત સુધી વાર્ષિક 11 ટકાના દરે વ્યાજ પણ સામેલ છે.

ટાટા મોટર્સ કાર્યવાહીનો ખર્ચ પણ વસુલશે

કંપની વળતર ઉપરાંત કાર્યવાહી ખર્ચના 1 કરોડ રૂપિયા પણ વસુલ કરશે. નિવેદનમાં જણાવાયું છે કે, નિર્ણય બાદ આર્બિટ્રલ પ્રોસિડિંગ્સ એટલે કે મધ્યસ્થતા પેનલની કાર્યવાહી સમાપ્ત થઈ છે.

શું હતો વિવાદ ?

2006માં 18મી મેએ ટાટા ગ્રુપ (Tata Group)ના અધ્યક્ષ રતન ટાટા (Ratan Tata)એ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (Former CM Buddhadeb Bhattacharya) અને પૂર્વ વાણિજ્ય રાજ્યમંત્રી નિરૂપમ સેન (Nirupam Sen) સાથે બેઠક યોજી સિંગુરમાં ટાટા મોટરની નાની કાર પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. પ્રોજેક્ટ માટે જરૂરી 1 હજાર એકર જમીન ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી... જોકે ત્યારબાદ 2006માં 27 મે અને 4 જુલાઈ વચ્ચે હુગલી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ત્રિદિવસીય સર્વપક્ષી બેઠક બોલાવાઈ, જેનો તૃણમુલ કોંગ્રેસે (Trinamool Congress) બહિષ્કાર કર્યો. 30 નવેમ્બરે મમતા બેનર્જી (Mamata Banerjee)ને સિંગૂર જતા અટકાવાયા હતા, જેને લઈને વિધાનસભામાં પણ હંગામો થયો, તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં તોડફોડ કરી...

મમતા બેનર્જીએ કર્યા હતા આમરણાંત ઉપવાસ

વિપક્ષના નેતા મમાત બેનર્જીએ સિંગૂર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન વિરુદ્ધ 2006માં ત્રીજી ડિસેમ્બરથી કોલકાતાના દિલ એસ્પ્લેનેડમાં આમરણાંત ઉપવાર શરૂ કર્યા હતા. આ દરમિયાન રાજ્યભરમાં આંદોલન થયા હતા. ત્યારબાદ વિરોધ પ્રદર્શન શાંત કરવાના ઘણા પ્રયાસો કરાયા. જોકે અંતે રતન ટાટાએ નેનો પ્રોજેક્ટને સિંગુરમાંથી બહાર નિકળવાની જાહેરાત કરવી પડી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો