ભારત-કેનેડા સંબંધો મુશ્કેલ તબક્કામાં, વિઝા સુવિધા પર વિદેશ મંત્રી એસ. જયશંકરે જુઓ શું કહ્યું...


S Jaishankar on India-Canada Dispute:  ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જર (Hardeep Singh Nijjar)ની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ (India-Canada Controversy) સતત વધી રહ્યો છે. એવામાં આ સ્થિતિ વચ્ચે લોકોની સૌથી મોટી ચિંતા વિઝા બંધ થવાને લઈને છે. ભારત સરકાર આ બાબત પર ચાંપતી નજર રાખી રહી છે. સ્થિતિ સુધરતાની સાથે જ વિઝા ફરી શરૂ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનું આજે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 

આ કારણે વિઝા પ્રક્રિયા બંધ કરી : જયશંકર

આજ રોજ વિદેશ મંત્રી જયશંકરે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, થોડા અઠવાડિયા પહેલા, ભારત સરકારે કેનેડામાં વિઝા જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રકારની સુવિધા શરુ રાખવીએ ભારતીય રાજદ્વારીઓ માટે સલામત નથી. વિઝા જારી કરવા માટે તેમનું કામે જવું સલામત નથી. તેથી, તેમની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને, વિઝા આપવાની સુવિધા અસ્થાયી ધોરણે બંધ કરવી પડી હતી.

પરિસ્થિતિ સામાન્ય થતાં જ વિઝા સુવિધા શરૂ થશે

વિઝા પ્રક્રિયા ફરી શરુ કરવા અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, આ સ્થિતિ પર સરકાર દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સ્થિતિ થોડી સામાન્ય થતા અમે આ સુવિધાને ફરીથી શરૂ કરીશું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ વિયેના સંમેલનનું સૌથી મૂળભૂત પાસું છે. કેનેડામાં આને ઘણી રીતે પડકારવામાં આવ્યું છે. ઉપરાંત ત્યાં અમારા લોકો અને રાજદ્વારીઓ સુરક્ષિત નથી.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો