159 વર્ષ બાદ થશે વિનાશ! 24 સપ્ટેમ્બર, 2184ના રોજ પૃથ્વી સાથે ટકરાશે બેન્નૂ, NASAએ જણાવી તારીખ

નવી દિલ્હી, તા.03 ઓક્ટોબર-2023, મંગળવાર

આમ તો ઈન્ટરનેટ પર રોજબરોજ વિચિત્ર વાતો સામે આવતી રહે છે... ઉપરાંત પૃથ્વીનો અંત થવાના દાવાઓના ટોપિક પણ વારંવાર વાંચવા અને સાંભળવા મળે છે... ઘણા પ્રાચીન કેલેન્ડરોમાં પણ આવી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જોકે હજુ સુધી કોઈપણ ભવિષ્યવાણીઓ સાચી પડી નથી. આવી આગાહીઓ લોકોના મનમાં ડર ઉભો કરે છે. કેટલાક લોકો આવા ટોપિકને અસ્પષ્ટ અને ખોટા હોવાનું કહી રદીયો આપી દે છે, પરંતુ જ્યારે અમેરિકાની સ્પેસ એજન્સી NASA તરફથી આવી ભવિષ્યવાણી કરવામાં આવે તો તેમાં વજન અને વિશ્વસનીયતા હોય છે...

બેન્નૂ એસ્ટેરોઈડ પૃથ્વી સાથે અથડાવાની આશંકા

તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યા છે કે, બેન્નૂ નામનો એસ્ટેરોઈડ (Bennu Asteroid) 159 વર્ષ બાદ પૃથ્વી સાથે અથડાવાની આશંકા છે. આ એસ્ટેરોઈડ ટકરાયા બાદ પૃથ્વી પર વિનાશ સર્જાશે અને ચારેકોર પ્રલય આવશે... વાયરલ ભવિષ્યવાણીઓ વચ્ચે નાસા જેવા સંગઠનો વર્ષોથી અવકાશમાં મોનીટરીંગ કરી રહ્યા છે. નાસાએ વિશાળ એસ્ટેરોઈડ પૃથ્વી સાથે અથડાવાનો અંદાજ લગાવ્યા બાદ પૃથ્વીના વિનાશની તારીખ પણ જાહેર કરી છે.

22 પરમાણુ બોમ્બ જેટલી બેન્નૂ એસ્ટેરોઈડની તાકાત

આ ચોંકાવનારી ભવિષ્યવાણી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘ઈનસાઈડ હિસ્ટ્રી’ પર શેર થઈ છે. વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ આ એસ્ટેરોઈડની તાકાત 22 પરમાણુ બોમ્બ બરાબર છે. જોકે નાસાએ ભારપૂર્વક જણાવ્યું છે કે, જોખમ તો છે, પરંતુ 159 વર્ષ બાદ 24 સપ્ટેમ્બર-2182ના રોજ બેન્નુ વાસ્તવમાં પૃથ્વી સાથે ટકરાવાની શક્યતા ઘણી ઓછી છે.

વિનાશકારી એસ્ટેરોઈડ સામે લડવા નાસાએ મોટું મિશન

બેન્નૂ એસ્ટેરોઈડ દર 6 વર્ષે પૃથ્વી પાસેથી પસાર થાય છે... એવું માનવામાં આવે છે કે, બેન્નૂ એસ્ટેરોઈડ ડાયનાસોર વિલુપ્ત કરનાર એસ્ટેરોઈડના અડધા આકારનો હોઈ શકે છે. ઉપરાંત બેન્નૂ જ્યાં ટકરાશે તે દુર્ઘટના સ્થળના 600 કિમીના દાયરામાં વિનાશ સર્જાઈ શકે છે, પરંતુ વિશ્વ વિલુપ્ત થવાની સંભાવનાઓ ઘણી ઓછી છે. નાસા બેન્નૂનો રસ્તો બદલવા અને અથડાતું અટકાવતા મહત્વની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. હાલ નાસાનું મિશન અંતિમ તબક્કામાં છે.

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો