PM મોદીને મારી નાખવાની ધમકી, રૂ.500 કરોડની ખંડણી માંગી, NIAનું એલર્ટ

નવી દિલ્હી, તા.06 ઓક્ટોબર-2023, શુક્રવાર

રાષ્ટ્રીય તપાસ એજન્સી - NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને જાનથી મારવાની ધમકી અપાઈ છે. ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)ને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ઈમેલ મોકલનાર શખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડૉન લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ને પણ છોડી મુકવાની માંગ કરી છે. NIAએ પીએમ સિક્યોરિટી અને અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરી દીધા છે. ઈમેલ કયા IP એડ્રેસ પરથી આવ્યો, તેની તપાસ શરૂ કરાઈ છે.

ગુજરાત-મુંબઈ પોલીસ પણ એલર્ટ

મળતા અહેવાલો મુજબ એનઆઈએએ ધમકીભર્યા ઈમેલ અંગે મુંબઈ પોલીસ (Mumbai Police)ને પણ એલર્ટ કર્યું છે. ઉપરાંત ગુજરાત પોલીસ (Gujarat Police) ઉપરાંત પીએમની સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કર્યા છે. ધમકી મળ્યા બાદ અમદાવાદના સ્ટેડિયમની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે. તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં વર્લ્ડકપ-2023 (World Cup-2023)ની 5 મેચો રમાવાની હોવાથી મુંબઈ પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે.

ધમકી આપનાર શખસે શું કહ્યું ?

ધમકી આપનાર શખસે લખ્યું કે, અમને તમારી સરકાર પાસેથી 500 કરોડ અને લોરેન્સ બિશ્નોઈ જોઈએ, નહીં તો કાલે નરેન્દ્ર મોદી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું. હિન્દુસ્તાનમાં બધુ જ વેચાય છે, તો અમે પણ કંઈક ખરીદ્યું છે. ગમે તેટલી સુરક્ષા કરો, અમારાથી નહીં બચી શકો. જો વાત કરવી હોય તો આ ઈમેલથી જ કરજો.

જેલમાંથી પોતાની ગેંગ ચલાવે છે લોરેન્સ બિશ્નોઈ

લોરેન્સ બિશ્નોઈ 2014થી જેલમાં બંધ છે અને તે જેલમાંથી સતત પોતાની ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. પંજાબમાં લોરેન્સ સામે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા સહિત ઘણાં કેસો નોંધાયેલા છે. અગાઉ તેણે સલમાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની ધમકી આપી હતી અને કાળિયાર મારવાની ઘટનાને લઈને તેમનો સમુદાય સલમાનથી નારાજ હોવાનો દાવો કર્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો