ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર સોનિયા ગાંધીએ કહ્યું, ‘વિશ્વમાં હિંસાને કોઈ સ્થાન નહીં, ગાઝામાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે’
Israel Hamas War Sonia Gandhi : વિશ્વના ઘણા રાજનેતાઓ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર તેમના નિવેદન આપી રહ્યા છે. એવામાં આજે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક આર્ટિકલ લખ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર UNના તાજેતરના ઠરાવ પર ભારતના વલણનો વિરોધ કરે છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર સોનિયા ગાંધીનું નિવેદન
આગળ આ આર્ટિકલમાં સોનિયા ગાંધીએ તેની પાર્ટીએ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સ્પષ્ટ નિંદા કરી હતી. પરંતુ તેમણે એમ પણ દર્શાવ્યું કે, ઇઝરાયલે આ યુદ્ધને આગળ ધકેલ્યું છે, જેના કારણે ગાઝામાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. વિશ્વમાં હિંસાને કોઈ સ્થાન નહીં.
ઈઝરાયેલની કાર્યવાહીમાં બદલાની ભાવના કેન્દ્રિત : સોનિયા ગાંધી
આ હમલાને સોનિયા ગાંધીએ ઇઝરાયેલ માટે દુર્ઘટના ગણાવી હતી. ઉપરાંત તેમણે ઇઝરાયેલી સૈન્યની વાત પણ કરી અને કહ્યું કે, ભેદભાવપૂર્ણ રીતે થઇ રહેલી કાર્યવાહીમાં હજારો લોકોમાં મોટી સંખ્યામાં નિર્દોષ બાળકો, મહિલાઓના મોત થયા છે. હુમલા બાદ કરવામાં આવેલ ઈઝરાયેલની કાર્યવાહીમાં બદલાની ભાવના કેન્દ્રિત છે.
UNમાં લાવવામાં આવેલ ઠરાવ પર ભારતના વલણથી નાખુશ કોંગ્રેસ
આ મામલે સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકયું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલને સાથ આપવાની વાત કરી પરંતુ તેમના નિવેદનમાં પેલેસ્ટાઈનના અધિકારોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં. ઉપરાંત UN જનરલ એસેમ્બલીના ઠરાવ વિશે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસ ગાઝામાં ઇઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામના ઠરાવ પર ભારતના વલણથી નાખુશ છે અને કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરે છે.
Comments
Post a Comment