આકાશી આફત બાદ હવે 'દેવનગરી' પર જમીની આફત, ઉત્તરકાશીમાં 3 દિવસમાં બે વાર ભૂકંપ

ઉત્તરાખંડ (uttarakhand earthquake news) ના ઉત્તરકાશી (uttarkashi) માં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મપાઈ હતી. જોકે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈપણ પ્રકારના જાન માલના નુકસાનના અહેવાલ મળ્યાં નથી. 

મંગળવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા 

ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ સમયે પણ ઉત્તરકાશીમાં ધરાં ધ્રૂજી હતી. ત્યારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 મપાઈ હતી. ત્યારે ભૂકંપ રાજધાની દહેરાદૂન સહિત શ્રીનગર, ઉત્તરકાશી, ટિહરી અને કુમાઉ મંડલમાં અનુભવાયો હતો. તે સમયે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નેપાળમાં હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો