World Cup 2023 : ENG vs NZ - ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડનો 9 વિકેટે વિજય, ડેવોન કોનવો અને રચિન રવિન્દ્રની સેન્ચ્યુરી

 પ્રથમ

England vs New Zealand World Cup 2023 : આજથી શરૂ થયેલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023 (ICC Cricket World Cup)ની ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ ટીમને ભવ્ય જીત અપાવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાયેલી આજની મેચમાં ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા, જોકે કોનવે અને રવિન્દ્રએ 273 રનની પાર્ટનરશીપ કરી ટીમને ભવ્ય જીત અપાવી છે. ન્યુઝીલેન્ડે માત્ર 36.2 ઓવરમાં ટાર્ગેટ પાર પાડી ભવ્ય જીત મેળવી છે.

ડેવોન અને રવિન્દ્રની સેન્ચ્યુરી

ન્યુઝીલેન્ડના ધમાકેદાર બેટ્સમેન ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડના બોલરોને હંફાવી સેન્ચ્યુરી ફટકારી છે. કોનવેએ 121 બોલમાં 19 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 152 રન ફટકાર્યા છે, તો રવિન્દ્રએ 96 બોલમાં 11 ફોર અને 5 સિક્સ સાથે અણનમ 123 રન ફટકાર્યા છે. આ સાથે બંને ખેલાડીઓ વચ્ચે 273 રનની પાર્ટનરશીપ થઈ છે. જ્યારે બીજા ક્રમાંકે આવેલ ખેલાડી વીલ યોંગ 0 રને આઉટ થયો છે.

ઈંગ્લેન્ડના બોલરો નતમસ્તક

આજે ઈંગ્લેન્ડના બેટરોનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જોકે બોલરો કંઈ ખાસ કરી શક્યા ન હતા. ઈંગ્લેન્ડ તરફથી એકમાત્ર શેમ કુરને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે માર્ક વુડ સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો. વુડે 5 ઓવરમાં 55 રન આપી દીધા હતા. 

ન્યુઝીલેન્ડનો બોલર મેટ્ટ હેનરી પણ છવાયો

ન્યુઝીલેન્ડ તરફથી મેટ્ટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મિશેલ સ્ટનર અને ગ્લેન ફિલિપ્સે 2-2 વિકેટ તેમજ ટ્રેન્ટ બોલ્ટ અને રચિન રવિન્દ્રએ 1-1 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડના બેટર જો રૂટની મહેનત એડે ગઈ

ઈંગ્લેન્ડ તરફથી એક માત્ર ખેલાડી જો રૂટે ફિફ્ટી સાથે 77 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન જોશ બટલે 43 રન, જોની બેરીસ્ટોએ 33 રન, હેરી બ્રુકે 25 રન ફટાકર્યા હતા. બાકીના ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા ન હતા.

ન્યુઝીલેન્ડે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી

ન્યુઝીલેન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) આ મેચમાં ન હતો, તેના સ્થાને ટોમ લાથમે (Tom Latham) કેપ્ટનશીપ કરી હતી. ટોમ લાથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો (NZ win the toss and opt to bowl first) નિર્ણય કર્યો હતો.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 


World Cup 2023 : વર્લ્ડ કપ 2023ની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો



Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે