'જાતિગત' વસતિ ગણતરી કેવી રીતે I.N.D.I.A. માટે ચૂંટણી જીતવાનો રસ્તો? કોંગ્રેસની OBC પર નવી યોજના


Bihar Caste Census : બિહારમાં જાતિ આધારિત વસતિ ગણતરીનો અહેવાલ રજૂ થયો હતો. ડેવલપમેન્ટ કમિશ્નર વિવેક સિંહે રિપોર્ટ જાહેર કર્યો હતો. પાંચ રાજ્યોની આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં ચૂંટણી એજન્ડા પણ નક્કી કરવામાં આવ્યો છે. I.N.D.I.A. જાતિ આધારિત વસતિ ગણતરી કરવા માટે કેન્દ્ર પાસે સતત માંગ કરી રહ્યું છે. બિહાર સરકારના આ અહેવાલ બાદ સામાજિક ન્યાયનો મુદ્દો જોર પકડી શકે છે.

કોંગ્રેસની પણ કેન્દ્ર પાસે જાતિ આધારિત વસતી ગણતરી માંગ 

કોંગ્રેસ મુજબ જેટલી વસતી, એટલા વધુ અધિકારો સાથે જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, બિહારની જાતિ ગણતરી દર્શાવે છે કે OBC, SC અને STની વસ્તી 84 ટકા છે. કેન્દ્રના 90 સચિવોમાંથી માત્ર ત્રણ જ OBC છે. તે ભારતમાં માત્ર પાંચ ટકા બજેટ સંભાળે છે.

પાંચ રાજ્યોની ચૂંટણીનો મુસદો બની શકે છે 

પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ તેને ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે. મધ્યપ્રદેશમાં પાર્ટીએ વચન આપ્યું છે કે, રાજ્યમાં સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે. પાર્ટી અન્ય ચૂંટણી રાજ્યોમાં પણ આવા જ વચનો આપી રહી છે. કર્ણાટકમાં સરકારની રચના પછી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પછાત વર્ગ આયોગના 2015ના જાતિ-વાર સામાજિક-આર્થિક સર્વેના અહેવાલને સ્વીકાર્યો છે, જે જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે.

I.N.D.I.A. ગઠબંધન માટે જાતિ આધારિત ગણતરી મહત્વની 

જાતિ આધારિત વસ્તી ગણતરીએ I.N.D.I.A. ગઠબંધનનો મહત્વપૂર્ણ ચૂંટણી મુદ્દો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં OBC મતદારોના મોટા વર્ગે ભાજપને સમર્થન આપ્યું હતું. CSDSના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં પ્રભાવશાળી OBC જાતિના 40 ટકા મતદારોએ ભાજપને મત આપ્યો હતો. જ્યારે નબળી OBC જાતિના  48 ટકા વોટ ભાજપને મળ્યા છે. આવી સ્થિતિમાં I.N.D.I.A જાતિ આધારિત ગણતરીના મુદ્દે OBCના વોટને ખેંચી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો