Posts

અમેરિકાની ચૂંટણીમાં બાઈડેન આગળ કે ટ્રમ્પ? NYT અને સિએના સર્વેના રસપ્રદ તારણો

Image
US Presidential Election : અમેરિકામાં આ વર્ષે પ્રમુખ પદ માટેની ચૂંટણી થવાની છે. અમેરિકા જગતનો જમાદાર હોવાથી અહીંની ચૂંટણી પર વિશ્વભરના લોકોનું ધ્યાન કેન્દ્રીત થાય છે. આ વખતે મુખ્ય મુકાબલો પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને વર્તમાન પ્રમુખ જો બાયડેન (Joe Biden) વચ્ચે જોવા મળી રહ્યો છે. બંને નેતાઓ જુદા જુદા રાજ્યોમાં જઈ અમેરિકન મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના પોલે એક સર્વે કરી બંને નેતાઓની લોકપ્રિયતા અંગે મહત્વનો ખુલાસો કર્યો છે. બાઈડેનની લોકપ્રિયતા વધી, સર્વેમાં ખુલાસો અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં જો બાઈડેનની લોકપ્રિયતા વધતા ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉંમર, દેશની દિશા અને અર્થવ્યવસ્થા પર આંગળી ચિંધાઈ છતાં તેમને અમેરિકન લોકોનું ભરપુર સમર્થન મળી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના પોલના એક સર્વેમાં ખુલાસો થયો છે કે, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બાઈડેનની લોકપ્રિયતામાં વધારો થયો છે. ટ્રમ્પની લોકપ્રિયતામાં બે ટકાનો ઘટાડો અગાઉ ફેબ્રુઆરીમાં કરાયેલા સર્વેમાં બંને નેતાઓ વચ્ચે પાંચ ટકાનું...

દેશમાં આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું સારું રહેશેઃ હવામાન વિભાગની આગાહી

Image
IMD Monsoon Forecast : ભારતીય હવામાન વિભાગ (IMD) ખેડૂતો માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે. IMDની આગાહી મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડવાની સાથે સરેરાશ કરતા વધુ વરસાદ પડવાની સંભાવના છે. આ કારણે ભારતની અર્થવ્યવસ્થાનું મહત્વનું અંગ કહેવાતા કૃષિ ક્ષેત્રને વધુ વેગ મળશે. ચોમાસાનો સમયગાળો લાંબો રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસાનો સમયગાળો લાંબો રહેવાનો છે, જેમાં લગભગ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. માત્ર પાંચ ટકા જ વરસાદમાં વધ-ઘટ થવાની આશા છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.  ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને એક જૂનની આસપાસ ભારતમાં આવે છે. ચાર મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે.  લા નીનાના કારણે વધુ વરસાદ પડશે હવામાન વિભાગે કહ્યું કે, અલ નીનોની સ્થિતિ ધીમે ધીમે નબળી પડી રહી છે, જેના કારણે લા નીનાની અસર ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે. આ જ કારણે ચોમાસામાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસાની ગતિ શરૂઆતમાં (જૂન-જુલાઈ)માં ધીમી રહેશે, પરંતુ બીજા તબક્કામાં (ઓગસ્ટ-સપ્ટેમ...

અમે હાથ પર હાથ મૂકીને નહીં બેસી રહીએ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ મામલે પુતિનનું અલ્ટિમેટમ

Image
Iran-Israel Controversy : વિશ્વભરમાં એકતરફ રશિયા-યૂક્રેન વચ્ચે બે વર્ષથી યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યું છે, તો બીજીતરફ ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas War) વચ્ચે છ મહિનાથી લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે ઈરાને શનિવારે ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યા બાદ મધ્ય-પૂર્વના દેશો વચ્ચે ભારે તણાવ અને વિવાદ શરૂ થઈ ગયો છે. હુમલા અંગે અમેરિકા (America) અને રશિયા (Russia)એ પણ નિવેદન આપ્યું છે. ‘...તો અમે ઈઝરાયેલને સાથ નહીં આપીએ’ : અમેરિકા ઈઝરાયેલના રાજદૂત ગિલાદ એર્દાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, આ હુમલાએ તમામ હદો વટાવી દીધી છે અને ઈઝરાયેલને હુમલાનો જવાબ આપવાનો સંપૂર્ણ હક છે. તો બીજીતરફ હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને સાથ આપનાર અમેરિકાએ આ વખતે ઈઝરાયેલથી જ મોઢું ફેરવી લીધું છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, ‘જો ઈઝરાયેલ ઈરાન પર કોઈ પણ હુમલો કરશે, તો અમેરિકા તેને સાથ નહીં આપે. ‘જો અમેરિકા ઈઝરાયેલને સાથ આપશે તો...’ : પુતિનની ચેતવણી ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ઘર્ષણ શરૂ થયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પણ નિવેદન આપ્યું છે. પુતિને અમેરિકાને ...

કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાતા ખળભળાટ, પરિજનો શોકમાં ડૂબ્યાં

Image
Canada India news |  2022માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેનેડા ગયેલા 24 વર્ષીય ભારતીય યુવાનની વેંકૂવરમાં તેની કારમાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી છે તેમ સ્થાનિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. વેંકૂવર પોલીસ વિભાગને રાતે 11 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને ગોળીઓનો અવાજ સંભળાતા તેમણે પોલીસને જાણ કરી હતી.  પોલીસના જણાવ્યા અનુસાર ચિરાગ અંતિલ તેની કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ હજુ પણ ચાલુ છે.  ચિરાગના ભાઇ રોનિતે પત્રકારોને જણાવ્યું હતું કે સવારે જ્યારે મારી ચિરાગ સાથે વાત થઇ તો તે ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો. ત્યારબાદ બહાર જવા માટે તેણે ઓડી કાર બહાર કાઢી તો તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકનું મૂળ વતન હરિયાણાનું સોનિપત હતું. તેના પરિવારજનોએ તેનો મૃતદેહ   વતન લાવવા માટે ભારત સરકાર પાસે મદદ માગી છે. તેના પિતા હરિયાણા સરકારના નિવૃત્ત કર્મચારી છે.  ચિરાગે તાજેતરમાં જ એમબીએ પૂર્ણ કર્યુ હતું અને હાલમાં તે વર્ક વિઝા પર લંડનમાં હતો. ચિરાગ એક સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતો હતો. ...

મનોજ તિવારીની સામે ચૂંટણી લડશે કનૈયા કુમાર, કોંગ્રેસના 10 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર

Image
Lok Sabha Elections 2024 : કોંગ્રેસે 10 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ ઉત્તર-પૂર્વ દિલ્હીથી કનૈયા કુમારને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભાજપના મનોજ તિવારીની સામે ચૂંટણી લડશે. રાજધાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 'I.N.D.I.A.' ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ત્રણ અને આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે દિલ્હીના ત્રણ, પંજાબના છ અને ઉત્તર પ્રદેશના એક ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં પ્રયાગરાજ બેઠકથી ઉજ્જવલ રમણ સિંહને ટિકિટ અપાઈ છે. ઉજ્જવલ રમન સિંહ રેવતી રમણ સિંહના દીકરા છે અને સપા છોડીને ચૂંટણી લડવા કોંગ્રેસમાં આવ્યા છે. કોંગ્રેસે હવે દિલ્હી માટે ઉમેદવાર ઉતાર્યા છે, જેમાં ચાંદની ચોકથી જેપી અગ્રવાલને ટિકિટ અપાઈ છે. તો નોર્થ વેસ્ટ દિલ્હીથી ઉદિત રાજ ચૂંટણી લડશે.

ઈરાને ઈઝરાયેલનું જહાજ જપ્ત કરતાં સ્થિતિ સ્ફોટક

Image
- ઈરાનની ધમકી બાદ હુમલાના કાઉન્ટ ડાઉન વચ્ચે પલિતો ચંપાયો - હિઝબુલ્લાનો ઈઝરાયેલ પર મિસાઈલ મારો  - ઈરાને કબજે કરેલા કાર્ગો જહાજ એમએસસી એરિસ પરના 17 ભારતીય ખલાસીઓને સુરક્ષિત છોડાવવા ભારત સક્રિય - હિઝબુલ્લાનો ઉત્તરીય ઈઝરાયેલ પર 40 મિસાઈલ-રોકેટમારો, પરંતુ મોટાભાગનાને નિષ્ફળ બનાવાયા - ઈરાનને ઈઝરાયેલ પર હુમલો નહીં કરવા બાઈડેનની ચેતવણી દુબઈ : સીરિયાના દમિશ્કમાં આ મહિનાના પ્રારંભમાં ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડના બે વરિષ્ઠ જનરલ માર્યા ગયા પછી વળતા હુમલાની ધમકીના ભાગરૂપે ઈરાને શનિવારે હોર્મુઝની ખાડીમાં ભારત આવતા ઈઝરાયેલના જહાજ પર કબજો કરી લીધો છે. હવે ઈરાન ૪૮ કલાકમાં ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે તેવી આશંકાના પગલે મધ્ય-પૂર્વમાં સ્થિતિ સ્ફોટક બની ગઈ છે. આવા સમયે ભારતે ઈરાન દ્વારા જપ્ત કરાયેલા જહાજમાંથી ૧૭ ભારતીય ખલાસીઓને છોડાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજીબાજુ લેબેનોન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઉત્તરીય ઈઝરાયેલમાં કાત્યુશા રોકેટ્સ અને મિસાઈલનો મારો કર્યો છે. આથી ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ હવે મધ્ય-પૂર્વમાં ફેલાઈ રહ...

ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિત રૂપાલાનો પણ સમાવેશ

Image
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ, એસ. જયશંકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, વિજય રૂપાણી સહિતના કુલ 40 નેતાનો સમાવેશ કરાયો છે.  આ સિવાય નીતીન ગડકરી, સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડા, ભારથી પવાર, યોગી આદિત્યનાથ, ભજનલાલ શર્મા, દેવેન્દ્ર ફડણવીસ, મોહન યાદવ, હિમંત બિસ્વ સરમા, કે. અન્નામલાઈ, મનોજ તિવારી, વિષ્ણુદેવ સાઈ અને રત્નાકરને ગુજરાતમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારક બનાવાયા છે. આ યાદીમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નિતિન પટેલ, ગોરધન ઝડફિયા, ભરત બોઘરા, રજની પટેલ, રઘુ હુંબલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, હર્ષ સંઘવી, આઈ.કે.જાડેજા, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, દિપીકાબેન સારાદવા, રમીલાબેન બારા, રામ મોકરિયા, અલ્પેશ ઠાકોર અને પરંદુ ભગતનો પણ સમાવેશ કરાયો છે. BJP releases a list of 40 star campaigners for the Lok Sabha elections and assembly by-election in Gujarat. P...