ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિત રૂપાલાનો પણ સમાવેશ


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ, એસ. જયશંકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, વિજય રૂપાણી સહિતના કુલ 40 નેતાનો સમાવેશ કરાયો છે. 

આ સિવાય નીતીન ગડકરી, સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડા, ભારથી પવાર, યોગી આદિત્યનાથ, ભજનલાલ શર્મા, દેવેન્દ્ર ફડણવીસ, મોહન યાદવ, હિમંત બિસ્વ સરમા, કે. અન્નામલાઈ, મનોજ તિવારી, વિષ્ણુદેવ સાઈ અને રત્નાકરને ગુજરાતમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારક બનાવાયા છે.

આ યાદીમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નિતિન પટેલ, ગોરધન ઝડફિયા, ભરત બોઘરા, રજની પટેલ, રઘુ હુંબલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, હર્ષ સંઘવી, આઈ.કે.જાડેજા, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, દિપીકાબેન સારાદવા, રમીલાબેન બારા, રામ મોકરિયા, અલ્પેશ ઠાકોર અને પરંદુ ભગતનો પણ સમાવેશ કરાયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો