ભાજપ તરફી ક્ષત્રિયોમાં નારાજગી વધી, રૂપાલાના વિરોધમાં ધડાધડ 7 હોદ્દેદારોએ રાજીનામાં ધર્યા
Lok Sabha Elections 2024 | નર્મદા જિલ્લામાં પણ પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે નર્મદા જિલ્લા રાજપૂત સમાજના ભાજપના 7 હોદ્દેદારો અને તેમના સમર્થનમાં એક બ્રાહ્મણ હોદ્દેદાર જિલ્લા કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા આપી દીધા હતાં.
પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલન પાર્ટ-૨નો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત ગામે ગામ ભાજપનો સમાજના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના ભાજપના ૭ અને એક બ્રાહ્મણ હોદ્દેદારે કમલમ નર્મદા કાર્યાલય ખાતે પહોંચી જઈ જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા આપ્યા હતા.
આ સમયે જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રાજપૂત સમાજ ' અમારી સાથે જ રહેશે.
Comments
Post a Comment