સાતમું પગારપંચ : કેન્દ્રીય કર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય, મોંઘવારી ભથ્થા સાથે વધુ બે લાભ આપવાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્ર સરકાર આ વર્ષની શરુઆતમાં એટલે કે 2024થી તેમના કર્મચારીઓ અને પેન્શનનો લાભ આપવા માટે ડીએમાં 50 ટકાનો વધારાની જાહેરાત બાદ હવે બાળકોનું શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડી જેવા કેટલાક ભથ્થાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમા મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો થશે ત્યારે જ બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં પણ 25 ટકાનો વધારો કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ભથ્થાં વધારાના સમાચારો વચ્ચે કેટલાક લોકો હજુ પણ મૂંઝવણમાં છે, અને તેમની મૂંઝવણ દૂર કરવા માટે કર્મચારી અને તાલીમ મંત્રાલયના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગે એક સ્પષ્ટતા કરી છે.
કેટલું હશે ભથ્થું ?
કર્મચારી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે 12 માર્ચ, 2024 ના રોજ કહ્યું હતું કે, આ વર્ષે પહેલી જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો લાગું કરી દેવામાં આવશે. તેથી અલગ-અલગ વિસ્તારોમાંથી ચિલ્ડ્રન્સ એજ્યુકેશનલ એલાઉન્સ (CEA)અને છાત્રાલયની સબસિડી વધારવા માટે સંજ્ઞાન લેવામાં આવ્યું છે. બાળકનું શિક્ષણ ભથ્થું દર મહિને રુપિયા 2,812.5 (ફિક્સ ) અને હોસ્ટેલ સબસિડી દર મહિને રૂ. 8,437.5 (ફિક્સ ) રહેશે.
વિકલાંગ બાળકો માટે CEA
સરકારી કર્મચારીઓના વિકલાંગ બાળકો માટે બાળ શિક્ષણ ભથ્થાની વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં લીધા વિના સામાન્ય ભથ્થાના દરો કરતાં ડબલ એટલે કે 5625 રૂપિયા પ્રતિ માસ (ફિક્સ) ચૂકવવાપાત્ર રહેશે. વિકલાંગ મહિલાઓ માટે બાળ દેખભાળ સાથે જોડાયેલા વિશેષ ભથ્થાના દરોને ઓફિસ મેમોરેન્ડમમાં લખેલી બાકીની શરતોને આધિન દર મહિને 3750 રૂપિયા કરવામાં આવ્યા છે. આ તમામ સુધારા જ્યારે 4% DA વધારો અમલ કરવામાં આવ્યો ત્યાથી એટલે કે 1 જાન્યુઆરી, 2024 થી લાગુ થશે.
Comments
Post a Comment