અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત, ગેરકાયદે ઘૂસણખોરી મામલે પકડાતાં ડિપોર્ટ થવાના હતા

Image : IANS




Indian Died in US News | અમેરિકાથી ફરી એકવાર હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે ઘૂસણખોરી મામલે પકડાયેલા એક 57 વર્ષીય ભારતીયનું મોત નીપજતાં ખળભળાટ મચી ગયો છે. એટલાન્ટાની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી.. 

અત્યાર સુધીની માહિતી અનુસાર તેમને ફરી વતન ડિપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી. ફેડરલ ઓથોરિટીએ આ માહિતી આપી હતી. મૃતકની ઓળખ 57 વર્ષીય જસપાલ સિંહ તરીકે થઇ છે. જેના વિશે ન્યુયોર્કમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે માહિતી આપી હતી.  અમેરિકાના ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગે જણાવ્યું કે પીડિતના પરિજનોને જાણ કરી દેવામાં આવી છે. 

મૃત્યુનું કારણ જાણવા રિપોર્ટ કરાયા 

માહિતી અનુસાર જસપાલ સિંહનું મૃત્યુ 15 એપ્રિલના રોજ થયું હતું. જોકે તેમના મૃત્યુનું કારણ જાણવા માટે ઓટોપ્સી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. સિંહ એક ભારતીય નાગરિક હતા અને તેઓ 25 ઓક્ટોબર 1992માં અમેરિકા ગેરકાયદે રીતે આવ્યા હતા. 

ફરી ઘૂસણખોરી કરતાં પકડાયા હતા 

21 જાન્યુઆરી 1998ના રોજ ઈમિગ્રેશન જજે આદેશ આપ્યો હતો કે તેમને અમેરિકાથી તગેડી મૂકવામાં આવે. ત્યારબાદ તેઓ પાછા ભારત આવી ગયા હતા. પરંતુ 29 જૂન 2023ના રોજ અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન પેટ્રોલ ઓફિસરે તેમને અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરતાં ફરી પકડી લીધા હતા. આ ઘટના અમેરિકા મેક્સિકોની બોર્ડર પર બની હતી.  

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે