‘કેજરીવાલને માત્ર સત્તાનો મોહ’ હાઈકોર્ટે બે લાખથી વધુ વિદ્યાર્થીઓના પુસ્તકો મામલે દિલ્હી સરકારને ઝાટકી

Delhi High Court Strongly Reprimands Kejriwal Government  બે લાખથી વધુ વિદ્યાર્થીઓને પુસ્તકો આપવામાં નિષ્ફળ રહેતા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વવાળી દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળની MCDની ઝાટકણી કાઢી કહ્યું કે, ‘દિલ્હી સરકારને માત્ર સત્તાનો ઉપયોગ કરવામાં રસ ધરાવે છે અને ધરપકડ છતાં રાજીનામું ન આપી અરવિંદ કેજરીવાલ વ્યક્તિગત હિતોને રાષ્ટ્રીય હિતોથી ઉપર રાખે છે.’

એમસીડી સ્કૂલ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ

બાર એન્ડ બેંચ વેબસાઈટના અહેવાલો મુજબ, દિલ્હી કોર્ટમાં દાખલ કરાયેલી એક PILમાં એમસીડીની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળી હોવાનો અને તેઓ ટિન શેડમાં ભણી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે આ મામલે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ મનમીત પ્રીતમ સિંહની બેંચે સુનાવણી હાથ ધરી આ ટિપ્પણી કરી છે.

એમસીડી કમિશનરે કોર્ટમાં શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, અગાઉની સુનાવણીમાં કોર્ટની કાર્યવાહીમાં સામેલ થયેલા એમસીડી કમિશનરે કહ્યું હતું કે, નોટબુક, સ્ટેશનરી આઈટમ, ડ્રેસ અને સ્કૂલ બેગનું વિતરણ ન કરવા પાછળનું મુખ્ય કારણ એમસીડીમાં સ્ટેન્ડિંગ કમિટીની રચના ન થઈ હોવાનું છે અને માત્ર સ્ટેન્ડિંગ કમિટી પાસે જ પાંચ કરોડથી વધુના કોન્ટ્રાક્ટ આપવાની શક્તિ અને અધિકાર છે.

મુખ્યમંત્રી કસ્ટડીમાં છે : દિલ્હી સરકારના વકીલ

દિલ્હી સરકારના વકીલ શાદાન ફરાસાતે કોર્ટને કહ્યું કે, ‘મંત્રી સૌરભ ભારદ્વાજ દ્વાાર મળેલા આદેશમાં કહેવાયું છે કે, એમસીડીની સ્ટેન્ડિંગ કમિટી ન હોવાથી અને એક એડિશનલ ઓથોરિટીને વધુ શક્તિઓ સોંપવા માટે મુખ્યમંત્રીની મંજૂરીની જરૂર પડે છે, પરંતુ તેઓ કસ્ટડીમાં હોવાથી આ કામ અટકી પડ્યું છે.’

તમે તો કહ્યું હતું કે, સરકાર કામ કરતી રહેશે : હાઈકોર્ટ

મુખ્યમંત્રી કસ્ટડીમાં હોવાની દલીલ પર કોર્ટે કહ્યું કે કે, ‘આ તમારી મરજી છે, કારણ કે તમે કહ્યું હતું કે, મુખ્યમંત્રી કસ્ટડીમાં હોવા છતાં સરકાર કામ કરી રહેશે. તમે અમને તે રસ્તા પર જવા મજબૂર ન કરો, જ્યાં અમે જવા ઈચ્છતા નથી. અમે જાહેર હિતની અરજીઓમાં ઘણીવાર એવું કહ્યું છે કે, આ તમારી સત્તાની મરજી છે. જો તમે ઈચ્છતા હોવ કે અમે આ મામલે ટિપ્પણી કરીએ, તો કડકાઈ સાથે આવું કરીશું.’ ત્યારબાદ ફરાસતે એમસીડી પાસે સ્ટેન્ડિંગ કમિટી ન હોવાનું કોર્ટને કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે, ઉપરાજ્યપાલે ગેરકાયદેસર રીતે કોર્પોરેટરોની નિમણૂક કરી હતી અને આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. વકીલે કહ્યું કે, આમ પણ દિલ્હી સરકાર પાસે વધુ શક્તિઓ નથી.

‘અમારું કામ પુસ્તકો, યુનિફોર્મનું વિતરણ કરવાનું નથી’

કોર્ટે વધુમાં કહ્યું કે, ‘અમારું કામ પુસ્તકો, યુનિફોર્મ વગેરેનું વિતરણ કરવાનું નથી. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કે, કોઈ (દિલ્હી સરકાર) પોતાના કામમાં નિષ્ફળ થઈ રહ્યું છે. તમારા ક્લાયન્ટ માત્ર સત્તામાં રસ ધરાવે છે. અમે જાણતા નથી કે, તમે કેટલી શક્તિઓ ઈચ્છો છો?’

કોર્ટે દિલ્હી સરકારને ચેતવણી આપી

કોર્ટે દિલ્હી સરકારને ચેતવણી આપતા કહ્યું કે, ‘તમે અમને હળવાશથી ન લો. તમે અમારી હિંમતને ઓછી ન આંકો, તમે અમારી શક્તિઓને ઓછી આંકી રહ્યા છો. તમે બાળકોને ટ્રેડિંગ પોઈન્ટ રૂપે દર્શાવી રહ્યા છો. આપણા માટે તેઓ ટ્રેડિંગ વસ્તુ નથી.’ હાલ કોર્ટે આ મામલે આદેશ સુરક્ષિત રાખ્યો છે અને કહ્યું કે, સોમવારે નિર્ણય સંભળાવાશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો