નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે જ તેજી, સોનું, સેન્સેક્સ-નિફટી નવી ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શયા


- રોકાણકારોની સંપત્તિ રૂ. 6.18 લાખ કરોડ વધી

- નફારૂપી વેચવાલી પાછળ શેરબજારમાં ઊંચા મથાળે પીછેહઠ : સોનું રૂ. 71,000 પહોંચ્યું

અમદાવાદ : નવા 2025ના નાણાંકીય વર્ષના પ્રથમ દિવસ આજે ઈક્વિટી તેમજ સોના-ચાંદી બજાર માટે વિક્રમી પુરવાર થયો હતો. નવી ઝડપી લેવાલી પાછળ આજે સેન્સેક્સ અને નિફટી નવી ઓલટાઇમ હાઈસપાટીને સ્પર્શયા હતા. બીજી તરફ આજે અમદાવાદ સોનું પણ વધીને રૂ. 71,000ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

આગામી લોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકાર રચાવાની પ્રબળ આશા સાથે આર્થિક સુધારા આગળ વધવાની આશાએ સ્થાનિક ફંડો, ખેલાડીઓ દ્વારા હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે બીએસઈ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને ૭૪૨૫૪.૬૨ની અને એનએસઈ નિફ્ટી ૨૨૫૨૯.૯૫ની નવી ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શયા હતા. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલીના દબાણે કામકાજના અંતે સેન્સેક્સ ઊંચું મથાળું ગુમવી ૩૬૩ પોઈન્ટ વધી ૭૪૦૧૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૩૫ પોઈન્ટ વધીને ૨૨૪૬૨ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬.૧૮ લાખ કરોડનો વધારો થતાં અંતે રૂ. ૩૯૩.૧૫ લાખ કરોડ રહી હતી.દરમિયાન વૈશ્વિક બજારમાં અમેરિકામાં ફુગાવો ધીમો પડતા ત્યાં વ્યાજદર ઘટવાની શક્યતા વધતા ફંડો દ્વારા સોનામાં નવી લેવાલી હાથ ધરાતા સોનું ઉછળીને ૨૨૬૬ ડોલરને સ્પર્શી મોડી સાંજે ૨૨૪૫ ડોલર મુકાતું હતું. જ્યારે ચાંદી ૨૪.૯૫ ડોલર રહી હતી. આ અહેવાલે પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું (૯૯.૯) રૂ. ૫૦૦ વધી રૂ. ૭૧૦૦૦ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી રૂ. ૭૫,૫૦૦ના મથાળે મજબૂત રહી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો