ટિકિટ ન મળતા UPમાં ક્ષત્રિય સમાજમાં ગુસ્સે ભરાયો, રાજપૂત આગેવાને કહ્યું- ભાજપને નુકસાન ભોગવવું પડશે


Kshatriyas Angry in Uttarpradesh : ઉત્તરપ્રદેશના સહારનપુર જનપદના નાનૌતામાં આજે આયોજિત કરાયેલા ક્ષત્રિય મહાકુંભમાં કેટલાક રાજ્યોના લોકો પહોંચ્યા હતા. આયોજકોના અનુસાર, મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભાજપને હરાવવા માટે એકજુટ થવાનું આહ્વાન કરાયું.

લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ વિરૂદ્ધ મોરચો ખોલ્યો અને કેટલાક આરોપ લગાવ્યા. રાજપૂત સમાજના સંગઠનોના પદાધિકારીઓએ કહ્યું કે, 'જે ભાજપને હરાવશે, ક્ષત્રિય સમાજ તેને જ મત આપશે.'

ક્ષત્રિય મહાકુંભ મોટી સંખ્યામાં રાજપૂત સમાજથી જોડાયેલા સંગઠનના પદાધિકારી અને સમાજના લોકો એકઠા થયા. પદાધિકારીઓ અને ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરૂદ્ધ ઘણો રોષ નજરે આવ્યો છે. ક્ષત્રિય સમાજ સમગ્ર રીતે ભાજપને હરાવવા માટે એકજુટ થતો નજરે પડી રહ્યો છે. કિસાન મજદૂર સંગઠનના અધ્યક્ષ પૂરનસિંહે નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, 'જે ભાજપને હરાવશે તેને જ સમાજ મત આપશે.'

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે. ક્ષત્રિય સમાજના નેતાને લોકસભા ચૂંટણીમાં ટિકિટ નથી આપવામાં આવી. તેની સાથે જ સંગઠનમાં પણ સમાજની અવગણના કરાઈ રહી છે. જેને લઈને સમાજમાં ભાજપ વિરૂદ્ધ નારાજગી છે, જે શરૂ રહેશે. તેનું નુકસાન ભાજપને ચૂંટણીમાં ભોગવવું પડશે.

નાનૌતાના સહારનપુર રોડ પર ગામ બાબૂપુરાની નજીક ગ્રામ ખુડાના નિવાસી વિજયંત રાણાની જમીન પર ક્ષત્રિય સ્વાભિમાન મહાકુંભનું આયોજન હવન-પૂજન બાદ કરાયું. મહાકુંભમાં હરિયાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જવાબદાર લોકો પણ પહોંચ્યા. આયોજકોએ જણાવ્યું કે, મહાકુંભમાં કોઈ વીઆઈપી કલ્ચર નથી રખાયું. સ્ટેજ પર માત્ર ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના મુખ્ય લોકોને બેસવાની વ્યવસ્થા કરાઈ.

સરધનામાં 16 એપ્રિલે મહાપંચાયતનું એલાન

નાનૌતામાં આયોજિત ક્ષત્રિય મહાકુંભમાં સામેલ થવા માટે સરધનાથી ઠાકુર ચૌબીસીના ગામલોકો બસોમાં સવાર થઈને પહોંચશે. ભાજપના વિરોધમાં રાજપૂત સમાજના લોકો સતત પંચાયત કરી રહ્યા છે. ત્યારે, આગામી 16 એપ્રિલે સરધના વિધાનસભાના ગામ ખેડામાં પણ ક્ષત્રિય સ્વાભિમાન મહાપંચાયતનું આયોજન કરાશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો