ચૂંટણી પહેલા 9 પક્ષોના 34 નેતા ભાજપમાં જોડાયા, જુઓ કોને પડ્યો મોટો ફટકો


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જવાની ભરપુર મોસમ જોવા મળી રહી છે. તાજેતરમાં જ આવી ઘણી ઘટનાઓ પર નજર નાખીએ તો સૌથી વધુ કોંગ્રેસનો ફટકો પડ્યો છે. કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે, જોકે તેના જ નેતાઓનો પક્ષથી મોહભંગ થઈ રહ્યો છે. ગૌરવ વલ્લભ, વિજેન્દ્ર સિંહ, નવીન જિંદાલ, પરનીત કૌર... આવા ઘણા નામો છે, જેમને તાજેતરમાં જ કોંગ્રેસ (Congress)નો સાથ છોડી દીધો છે. આવી જ રીતે આમ આદમી પાર્ટી, તેલંગણાની બીઆરએસ, બસપા, ઝામુમો, ટીએમસી, ટીડીપીના નેતાઓએ પણ પોતાની પાર્ટી ‘આવજો’ કહી BJP સાથે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે.

કયા પક્ષના કેટલા નેતાઓ ભાજપમાં ગયા

  • કોંગ્રેસ - 16
  • ભારત રાષ્ટ્રીય સમિતિ (BRS) - 8
  • આમ આદમી પાર્ટી (AAP) - 2
  • યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી - 2
  • બીજૂ જનતા દળ (BJD) - 1
  • બહુજન સમાજ પાર્ટી (BSP) - 1
  • ઝારખંડ મુક્તિ મોર્ચા પાર્ટી (JMM) - 1
  • તેલુગુ દેશમ પાર્ટી (TDP) - 1
  • તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC) - 1
  • અપક્ષ - 1

ભાજપમાં સામેલ થનારા 10 હાઈપ્રોફાઈનલ નામ

  1. ગૌરવ વલ્લભ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા, રાજસ્થાન
  2. નવીન જિંદાલ, કોંગ્રેસના કુરુક્ષેત્રના પૂર્વ સાંસદ
  3. વિજેન્દ્ર સિંહ, કોંગ્રેસના 2019ના દિલ્હી સાઉથના ઉમેદવાર અને ભારતીય બોક્સર
  4. અનિલ કે.એન્ટોની, કેરાલા કોંગ્રેસના નેતા
  5. કિરણ કુમાર રેડ્ડી, કોંગ્રેસના નેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી
  6. પરનીત કૌર, પંજાબની પટિયાલા બેઠક પરથી કોંગ્રેસના ચાર વખતના સાંસદ
  7. અશોક તનવર, આમ આદમી પાર્ટી હરિયાણાના પૂર્વ પ્રેસિડેન્ટ
  8. બી.બી.પાટીલ, બીઆરએસના સાંસદ
  9. સૌમેંદુ અધિકારી, ટીએમસીના પૂર્વ સાંસદ
  10. ભર્તૃહરિ મહતાબ, બીજેડીના નેતા અને કટક બેઠક પરના છ ટર્મના સાંસદ

ભાજપનો 370 બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ

આમ ભાજપે લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ કરી દીધો છે. ભાજપે આ લક્ષ્યાંક પાર પાડવા ઘણા એવા નેતાઓને ટિકિટ આપી છે, જેઓ અન્ય પાર્ટીમાંથી આવ્યા છે. ચૂંટણી પહેલા અન્ય પાર્ટીઓના 34 ઉમેદવારો ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયેલા નેતાઓમાં અશોક તંવર, ભર્તૃહરિ મહતાબ, બીબી પાટીલ, કિરણ કુમાર રેડ્ડી, પરનીત કૌર, નવીન જિંદાલ, જિતિન પ્રસાદ, અનિલ કે.એન્ટની, રણજીત સિંહ ચૌટાલા, વિજેન્દર સિંહ અને સૌમેંદુ અધિકારીનો સમાવેશ થાય છે.

મમતાને હરાવનાર સૌમેંદુ અધિકારી પણ ભાજપમાં

વર્ષ 2021માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મોટો ઉલટફેર સર્જાયો હતો. રાજ્યમાં નદીગ્રામ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી વડા મમતા બેનરજી (Mamata Banerjee) સામે ભાજપના નેતા સૌમેંદુ અધિકારી (Suvendu Adhikari) ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે મમતાને હરાવી સૌને ચોંકાવી દીધા હતા. સૌમેંદુ અધિકારી તમલુક લોકસભા બેઠકના પૂર્વ ટીએમસી સાંસદ સુવેંદુ અધિકારીના ભાઈ છે. ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 437 ઉમેદવારોમાંથી 23 પક્ષપલટુઓને ટિકિટ આપી હતી. તેમાંથી 13ની જીત થઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો