જાણીતા 'વિલન' સયાજી શિંદે હોસ્પિટલમાં દાખલ, થઈ હાર્ટની સર્જરી, ડૉક્ટરે આપી હેલ્થ અપડેટ


Sayaji Shinde Health : મરાઠી, બોલિવૂડ, ટોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાણીતા કલાકાર સયાજી શિંદેના ફેન્સ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. એક્ટરને છાતીમાં અતિશય દુખાવો ઉપડતા તેને મહારાષ્ટ્રની સતારા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હવે એક્ટરના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ આવી છે.

જાણીતા એક્ટર સયાજી શિંદેને છાતીમાં દુખાવો થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તપાસ કરવા પર ડૉક્ટરને તેમના હૃદયમાં લોહી પહોંચાડનારી ધમનીઓમાં બ્લોકેજ જોવા મળ્યું. ગત દિવસોમાં સયાજી એન્જિયોપ્લાસ્ટી થઈ અને હાલ તેમની હાલત સ્થિર છે.

ડૉક્ટરે જણાવ્યું કે, સયાજી શિંદે થોડા દિવસ પહેલા અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. તેમણે રૂટન ચેકઅપ તરીકે કેટલાક ટેસ્ટ કરાવ્યા. જેમાં ઈસીજીમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા. હાર્ટના એક નાના ભાગમાં ઓછી હલચલ અનુભવાઈ. ત્યારબાદ તેમની એન્જિયોગ્રાફી કરાઈ, જેનાથી જાણી શકાયું કે તેમની ત્રણ લોહીની ધમનીઓમાંથી એકમાં 99 ટકા બ્લોકેજ છે. જેની ખબર પડતા જ એક્ટરની એન્જિયોપ્લાસ્ટી કરાઈ.

સારી વાત એ છે કે સયાજી શિંદેની હાલત હવે સ્થિર છે. સાથે જ તેમણે કાલે (13 એપ્રિલ) હોસ્પિટલમાંથી રજા મળવાની આશા વ્યક્ત કરી છે. સયાજી શિંદે જાણીતા કલાકાર છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મો કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો