આજે નહીં દેખાય ચાંદ, ભારતમાં 11 એપ્રિલે મનાવાશે ઈદ, મૌલાના રાશિદે કર્યું એલાન
Eid-ul-Fitr Moon Sighting: સાઉદી અરબમાં ચાંદ જોવા મળ્યો છે પરંતુ ભારતમાં નથી જોવા મળ્યો. તેથી સાઉદી અરબમાં 10 એપ્રિલે ઈદ ઉલ ફિત્ર મનાવાશે. જ્યારે ભારતમાં 11 એપ્રિલે ઈદ મનાવાશે. સાઉદી અરબના એલાન બાદથી ભારતમાં ઈદની તારીખને લઈને લોકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી. આ વચ્ચે લખનઉમાં મંગળવારે (9 એપ્રિલ) ઈદનો ચાંદ ન દેખાયો. મરકજી ચાંદ કમિટી ઈદગાહ લખનઉએ એલાન કર્યું કે આજે ભારતમાં ઈદનો ચાંદ નથી દેખાયો.
ભારતમાં 11 એપ્રિલે મનાવાશે ઈદ
મુસ્લિમ ધર્મ ગુરુ ઈદગાહ ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ એલાન કર્યું કે, 'ચાંદ આજે ન જોવા મળતા ઈદ હવે 11 એપ્રિલે મનાવાશે. તેમણે કહ્યું કે, 9 એપ્રિલે શવ્વાલનો ચાંદ ન થયો.'
ગુજરાત ચાંદ કમિટીએ પણ કર્યું એલાન
ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ જનાબ મુફ્તી શબ્બીર એહમદ સિદ્દિકી સાહબ અને શહેર કાઝી જનાબ સૈયલ મોહમ્મદ શોઐબ સાહબ તથા જનરલ સેક્રેટરી મુનીર એસ. કલીમી સાહેબ એક યાદીમાં જણાવે છે કે, આજ રોજ (9 એપ્રિલ) ચાંદ દેખાયો નથી. જેથી ગુજરાત ચાંદ કમિટી એલાન કરે છે કે તારીખ 11 એપ્રિલના રોજ શવ્વાલનો ચાંદ ગણવામાં આવશે.
કાશ્મીરની બજારોમાં ઉમટી ભીડ
IANSના રિપોર્ટ અનુસાર, જમ્મુ કાશ્મીરમાં લોકો મંગળવારે રમઝાન મહિનો પૂર્ણ થયા બાદ ઈદના તહેવારની રાહ જોઈ રહ્યા છે. ઈદને લઈને બજારમાં લોકોની ભીડ ઉમટી છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ઈદ-ઉલ-ફિત્રના તહેવારના અવસરે સ્થાનિક લોકો છેલ્લા બે દિવસોથી નવા કપડા, બેકરી, મટન, પોલ્ટ્રી, શાકભાજી, રમકડા, બાળકો માટે ફટકડા અને નવા ઇલેક્ટ્રોનિક ગેજેટ પણ ખરીદી રહ્યા છે.
Comments
Post a Comment