ક્ષત્રિય આંદોલનની આગ અન્ય રાજ્યો સુધી ફેલાશે, ભાજપના વિરોધમાં 24મીથી ગુજરાતમાં ધર્મ રથયાત્રા


Lok Sabha Elections 2024 | પરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય આંદોલન પાર્ટ-રનો શરૂ થઈ ચૂક્યુ છે. અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય કોર કમિટીની એક બેઠક મળી હતી જેમાં માલધારી સહિત અન્ય સમાજના પ્રતિનિધીઓએ હાજરી આપી ક્ષત્રિયોની લડાઈને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત તા.24મીથી આખાય ગુજરાતમાં ક્ષત્રિયોની ધર્મ રથયાત્રાનો પ્રારંભ થશે જેમાં મતદારોને ભાજપને મત નહી આપવા અપીલ કરવામાં આવશે.

રુપાલાએ ટિપ્પણીને પગલે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની આગ હવે અન્ય રાજ્યોમાં ફેલાઈ શકે છે. ક્ષત્રિય આંદોલનન પડઘા અન્ય રાજ્યોમાં પડી શકે છે. તેનું કારણ એ છે કે ક્ષત્રિય નેતાઓએ હવે અન્ય રાજ્યોના નેતાઓનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ કોઈપણ ભોગે રુપાલાની ટિકિટ રદ કરવાના મતમાં નથી ત્યારે ક્ષત્રિયોએ પણ પીછેહટના મૂડમાં નથી.

ગઈકાલે અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય કોર કમિટીની બેઠકમાં માલધારી, મોરેસલામ ગરાસિયા, રાજસ્થાન રાજપૂત સમાજ, કાઠી દરબાર ઉપરાંત અન્ય સંસ્થાઓના આગેવાનોએ હાજરી આપી હતી. એટલુ જ નહીં, ક્ષત્રિયોની લડાઈમાં પૂરેપુરો સહકાર આપવાનું વચન આપ્યું હતું.

અમદાવાદમાં રાજપૂતભવન ખાતે ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે ત્યારે મંગળવારથી વિવિધ સમાજની મહિલાઓ પણ આ પ્રતિક ઉપવાસમાં જોડાશે. હાલ તમામ જીલ્લા મથકોએ મહિલાઓ ઉપવાસ શરૂ કર્યા છે. તા.૭મીએ મતદાનના દિવસ સુધી મહિલાઓ પ્રતિક ઉપવાસ કરી ભાજપ સામે વિરોધ નોંધાવશે.

ક્ષત્રિય કોર કમિટીએ એવી જાહેરાત કરી છે કે, તા.૨૪થી આખાય ગુજરાતમાં ધર્મ રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રાના માધ્યમથી ભાજપને મત આપશો નહી તેવી મતદારોને અપીલ કરવામાં આવશે. જે સ્થળોએ ધર્મ રથયાત્રા નીકળવાની છે ત્યાં ક્ષત્રિય આગેવાનોએ પોલીસ પાસે મંજૂરી માંગી છે. જોકે, પોલીસ હવે ધર્મ રથયાત્રાની મંજૂરી આપે છે કે કેમ તે જોવાનુ રહ્યું. ક્ષત્રિય કોર કમિટીએ પણ આ મામલે શંકા વ્યક્ત કરી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે