ચીનમાં મૃતકોને એઆઈથી જીવતા કરવાનો નવો ટ્રેન્ડ


- ડિજિટલ અવતાર ક્રિએટ કરવા અવાજ, ફોટો અને વીડિયોનો ઉપયોગ

- મૃત્યુ પામેલા સ્વજનનો ડિજિટલ અવતાર માત્ર 250 રૂપિયામાં તૈયાર થાય છે : ચીનમાં વર્ચ્યુઅલ હ્મુમનનું વાર્ષિક માર્કેટ 13 હજાર કરોડને પાર

બેઈજિંગ : ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો તેમના મૃત સ્વજનોને જીવતા કરીને તેમની સાથે વાતો કરી રહ્યાં છે. તેમની કબર પર જઈને સેલિબ્રેટ કરી રહ્યા છે. એવું શક્ય બન્યું છે એઆઈની મદદથી. એઆઈ ટૂલ મૃત વ્યક્તિને જીવતી કરીને પરિવારજનો સાથે વાતચીત કરાવે છે. આ પ્રકારનો નવો ટ્રેન્ડ ચર્ચાસ્પદ બન્યો છે. ઘણાં લોકો તેને અયોગ્ય ગણીને ટીકા કરે છે, તો ઘણાં એના સમર્થનમાં ઉતર્યા છે.

ચીનમાં અત્યારે પરંપરાગત તહેવાર ટોંબ-સ્વીપિંગ ઉજવાઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન પરિવારજનો તેમના મૃત સ્વજનોની કબર સ્વચ્છ કરે છે. શણગાર કરે છે, સમારકામ કરે છે અને તેમની સાથે વીતાવેલા સમયને યાદ કરે છે. આ તહેવાર તો સેંકડો વર્ષોથી ઉજવાતો આવ્યો છે, પરંતુ આ વર્ષે એ ખાસ એટલા માટે બન્યો છે કે મૃત સ્વજનોને જીવતા કરીને લોકો તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.

માન્યામાં ન આવે એવી આ વાત છે, પણ એવું શક્ય બન્યું છે એઆઈની ટેકનિકથી. ચીનમાં એઆઈ ટૂલ્સથી મૃત લોકોનો ડિજિટલ અવતાર ક્રિએટ કરવામાં આવે છે. મૃત વ્યક્તિનો ફોટો, વિડીયો, ઓડિયો હોય તો એના આધારે એઆઈ ટૂલ તેમની એક ડિજિટલ આવૃત્તિ બનાવે છે. તેને ડિજિટલ હ્મુમન કે વર્ચ્યુઅલ હ્મુમન કહેવાય છે. એ આબેહૂબ માણસની પ્રતિકૃતિ જ હોય છે. તેના ચહેરાના હાવભાવ હોય છે, વાતો કરે છે. જેટલો ડેટા એમાં ઉમેરવામાં આવે એ પ્રમાણે એ વિષયની વાતો આ વર્ચ્યુઅલ હ્મુમન્સ કરે છે. ચીનમાં વર્ચ્યુઅલ હ્મુમન માત્ર ૨૫૦ રૂપિયામાં પણ બની શકે છે. પછી જેમ જેમ ડિજિટલ અવતાર બહેતર બનાવવો હોય તેમ ફંડ વધતું જાય છે. ૨૦ યુઆન એટલે અંદાજે ૨૫૦ રૂપિયામાં મૃત વ્યક્તિ જીવંત થઈ શકતી હોવાથી લોકોમાં તેમના ડિજિટલ અવતાર ક્રિએટ કરવાનો ક્રેઝ જામ્યો છે. એના કારણે ચીનમાં જ ડિજિટલ હ્મુમનનું વાર્ષિક માર્કેટ ૧૩ હજાર કરોડને પાર પહોંચી ગયું છે અને ૨૦૨૫ સુધીમાં એમાં બમણો વધારો થાય એવી શક્યતા છે. જોકે, આ અંગે એક્સપર્ટ્સ બે ભાગમાં વહેચાઈ ગયા છે. ઘણાં લોકો મૃત વ્યક્તિના ડિજિટલ અવતાર બનાવવાને અયોગ્ય ગણે છે. ધાર્મિક દૃષ્ટિકોણ ધરાવતા લોકો તેને અનૈતિક ગણે છે અને કુદરતી ક્રમ સાથે બાંધછોડ થતી હોવાનો મત વ્યક્ત કરે છે. જોકે, તેની તરફેણ કરતા લોકોનો મત છે કે મૃતકના પરિવારજનોને તેનાથી માનસિક રાહત મળે છે. ડિજિટલ સ્વરૂપે સ્વજન તેમની વચ્ચે હોવાનું લાગે છે તો એમાં કંઈ ખોટું નથી.  પોતાના મૃત સ્વજન સાથે જોડાઈ રહેવાનો આ નવો ટ્રેન્ડ ચીનમાં બેહદ પોપ્યુલર થઈ રહ્યો છે.

2024માં વર્ચ્યુઅલ હ્મુમનનું ગ્લોબલ માર્કેટ 17 અબજ ડોલરે પહોંચ્યું

૨૦મી સદીમાં કમ્પ્યુટર ગ્રાફિકના પાયોનિયર વિલિયમ ફિધરે ગ્રાફિક એનિમેશનથી પહેલી વખત ડિજિટલ માનવની આકૃતિ બનાવી હતી. ૮૦ના દશકામાં સાયન્સ ફિક્શન ફિલ્મો માટે આવા ગ્રાફિકલ આભાસી માનવો સર્જાવાનું શરૂ થયું. તેને સાયબરમેન, કોમ્બિમેન, હ્મુમન મોડલ સહિતના અલગ અલગ નામ મળ્યાં. ૧૯૯૭માં અમેરિકન કમ્પ્યુટર એનિમેટેડ શોર્ટ ફિલ્મ ગેરીસ ગેમને ઓસ્કર એવોર્ડ મળ્યો તે પછી એનિમેટેડ ફિલ્મ મેકિંગને ઉત્તેજન મળ્યું ને સાથે સાથે આભાસી માનવોના સર્જનનો દૌર શરૂ થયો.

૨૧મી સદીમાં એનિમેટેડ ક્ષેત્રમાં વર્ચ્યુઅલ રિયાલિટીનું સંયોજન થયું અને એમાંથી સાવ નવા રિયલ ટાઈમ વર્ચ્યુઅલ હ્મુમનનો જન્મ થયો. એમાં વળી આટફિશિયલ ઈન્ટેલિજન્સનો સંયોગ થયો એટલે વર્ચ્યુઅલ હ્મુમનની એડવાન્સ્ડ જનરેશન આવી. હવે માત્ર ટીવી જાહેરાતો, કે ફિલ્મો બનાવવા પૂરતો જ આ ડિજિટલ ક્લોનનો ઉપયોગ નથી થતો. વર્ચ્યુઅલ હ્મુમન એનાથી આગળ વધીને માણસના ભાવનાત્મક સાથીની ભૂમિકાએ પહોંચી ચૂક્યા છે.

૨૦૨૧માં વર્ચ્યુઅલ હ્મુમનનું વૈશ્વિક માર્કેટ ૧૧.૩ઋ અબજ ડોલર હતું. ૨૦૨૪ની શરૂઆતમાં એ માર્કેટ વધીને ૧૫-૧૭ અબજ ડોલરને પાર પહોંચી ગયું છે. અંદાજ એવો છે કે ૨૦૩૦ સુધીમાં આભાસી માનવોની ડિમાન્ડ એટલી વધી જશે કે એનું ગ્લોબલ માર્કેટ ૪૪૦ અબજ ડોલર જેટલું મોટું થઈ જાય તોય નવાઈ પામવા જેવું નહીં હોય. વર્ચ્યુઅલ હ્મુમન મેકિંગના માર્કેટનો વાષક વૃદ્ધિ દર ૪૪ ટકાનો અંદાજવામાં આવે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો