શ્રીનગરના શોપિયાંમાં આતંકવાદીઓએ દિલ્હીના ડ્રાઈવરને ગોળી મારી, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો


Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સોમવારે શ્રીનગરના શોપિયાંમાં એક ડ્રાઇવરને નિશાન બનાવીને ગોળી મારી દીધી. ઈજાગ્રસ્ત ડ્રાઈવર દિલ્હીનો હોવાનું જણાવાય રહ્યું છે.

ઘટનાને અંજામ આપીને આતંકવાદીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. સૂચના મળતા જ સુરક્ષા દળોની ટીમે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ડૉક્ટરોએ વધુ સારવાર માટે ઈજાગ્રસ્તને શ્રીનગર રિફર કર્યો. ઘટના બાદથી સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે અને આતંકવાદીઓની શોધખોળ કરાઈ રહી છે.

દિલ્હીનો રહેવાસી છે ડ્રાઈવર

મળતી માહિતી અનુસાર, ઈજાગ્રસ્ત થયેલ ડ્રાઈવર પરમજીત સિંહ દિલ્હીનો રહેવાસી છે. તે ગાડીને લઈને શોપિયા વિસ્તારમાં આવ્યો હતો. સોમવાર મોડી સાંજે આતંકવાદીઓએ તેને નિશાન બનાવીને ફાયરિંગ કરી દીધું. જેમાં પરમજીત ઈજાગ્રસ્ત થઈ ગયો. ફાયરિંગ થવાનો અવાજ સાંભળીને લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો