રોડ શૉ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર પથ્થરમારો, માથા પર થઈ ઈજા


CM Jagan Mohan Reddy Injury : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર પથ્થરમારાના સમાચાર આવ્યા છે. વિજયવાડામાં 'મેમંથા સિદ્ધમ' બસ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર પથ્થરમારો થયો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. આ દરમિયાન પથ્થર વાગવાથી મુખ્યમંત્રી જગનના માથા પર ઈજા પહોંચી.

માહિતી અનુસાર, શનિવારે વિજયવાડાના સિંહનગરમાં મુખ્યમંત્રી જગન રોડ શો કરી રહ્યા હતા. તેઓ અહીં 'મેમંથા સિદ્ધમ' બસ યાત્રા માટે પહોંચ્યા હતા અને બસ પર લોકોનું અભિવાદન જીલી રહ્યા હતા. કાફલો વિવેકાનંદ સ્કૂલ સેન્ટર પર પહોંચ્યો, ત્યારે મુખ્યમંત્રી જગન પર પથ્થરમારો થયો અને માથા પર ઈજા થઈ.

આ સાથે મુખ્યમંત્રી જગનની બાજુમાં ઉભેલા ધારાસભ્ય વેલ્લમપલ્લીની જમણી આંખની ઉપરના ભાગમાં ઈજા થઈ છે. બસમાં મુખ્યમંત્રી જગનને ડૉક્ટરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ. પ્રાથમિક સારવાર બાદ મુખ્યમંત્રી જગને ફરી પોતાની બસ યાત્રા શરૂ કરી દીધી હતી. તો બીજી તરફ YSRCPના નેતાઓએ આ હુમલાને લઈને TDP પર આરોપ લગાવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો