લોકસભાની છેલ્લી 10 ચૂંટણીમાં ગુજરાતના આટલા ઉમેદવારોએ ડિપોઝિટ ગૂમાવવી પડી


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો 7 મેના ગુજરાતમાં યોજાશે. જેના માટે 12 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે. 12 થી 22 એપ્રિલ દરમિયાન કદાવર નેતા-પક્ષ ઉપરાંત નાના પક્ષ-અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસિબ અજમાવશે. આ પૈકીના મોટાભાગનાને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવતો હોય છે. છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 3011 ઉમેદવારોમાંથી 2478ની ડિપોઝિટ ‘ડૂલ’ થયેલી છે.

ડિપોઝિટ લેવા પાછળનો શું છે હેતું ?

ઉમેદવાર પાસેથી આ ડિપોઝિટ લેવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ડિપોઝિટ ભરવાથી ઉમેદવાર ચૂંટણીમાં ગંભીરતાથી ભાગ લે, જેથી ચૂંટણી પ્રક્રિયા સરળ બને. હવે છેલ્લે 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ 371 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાં 81 રાષ્ટ્રીય પક્ષના, 93 માન્યતા વિનાના પક્ષના જ્યારે 1977 અપક્ષ ઉમેદવારો હતા. આ પૈકી 319ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. ડિપોઝિટ ગુમાવનારા ઉમેદવારોમાં 29 રાષ્ટ્રીય પક્ષના જ્યારે 93 માન્યતા વિનાના પક્ષના અને 1997 અપક્ષ ઉમેદવારો હતા. રાષ્ટ્રીય પક્ષમાંથી બહુજન સમાજ પાર્ટીના 25, સીપીઆઈને એક  ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં 6923ને ડિપોઝિટ ગુમાવવી પડી

2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 8054 ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાંથી 6923ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. જે રાજ્યમાંથી ઉમેદવારોએ સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હોય તેમાં ઉત્તર પ્રદેશ 819 સાથે મોખરે, તામિલનાડુ 774 સાથે બીજા અને મહારાષ્ટ્ર 768 સાથે ત્રીજા સ્થાને હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં 334 ઉમેદવારોમાંથી 282ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠકથી સૌથી વધુ 29, જામનગરમાંથી 26, અમદાવાદ પૂર્વમાંથી 24, નવસારીમાંથી 23 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે, 1951થી 2019 સુધી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દેશમાંથી કુલ 91290 ઉમેદવારોમાંથી 71249 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ ઉમેદવારોમાંથી 86 ટકાએ ડિપોઝિટ ગુમાવી હતી. જેમાં બીએસપીએ સૌથી વધુ 345, કોંગ્રેસે 148 બેઠકમાં ડિપોઝિટ ગુમાવી હતી.


ડિપોઝિટ ડૂલ થવી એટલે શું...

ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર કુલ માન્ય મતના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6 ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય, તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ. 25,000 અને SC, ST કેટેગરીના ઉમેદવારોએ રૂ. 12,500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહે છે. જો મતદાન પહેલા જ ઉમેદવાર મૃત્યુ પામે અથવા તેની ઉમેદવારી રદ થાય કે પછી તે ચૂંટણીપંચે નક્કી કરેલા સમયમાં જ ઉમેદવારી પછી ખેંચી લે છે તો તને ડિપોઝિટ પાછી મળી જાય છે. આ સિવાય જો ઉમેદવાર 16.6 ટકા મત નથી મેળવતો તેમ છતાં તે જીતી જાય છે તો પણ તેને ડિપોઝિટ પાછી મળી રહે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો