‘જે લોકો મેદાન છોડીને ભાગ્યા હતા, તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા’, PM મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર


Lok Sabha Elections 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (21મી એપ્રિલ) રાજસ્થાનના જાલોરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'જેઓ ચૂંટણી લડી શકતા નથી, ચૂંટણી જીતી શકતા નથી તેઓ મેદાન છોડીને ભાગ્યા હતા. આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા છે. કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે.' નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પણ રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયેલા સાંસદોમાં સામેલ છે.

દેશ કોંગ્રેસને તેમના પાપોની સજા આપે છે: પીએમ મોદી

કોંગ્રેસ પર પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'દેશ કોંગ્રેસને તેમના પાપોની સજા આપી રહ્યો છે અને જે પાર્ટી એક સમયે 400 સીટો જીતી હતી તે આ લોકસભા ચૂંટણીમાં 300 બેઠક પર ચૂંટણી લડવા અસમર્થ છે. પહેલા તબક્કાના મતદાનમાં અડધા રાજસ્થાને કોંગ્રેસને સજા આપી છે. દેશભક્તિથી ભરપૂર રાજસ્થાન જાણે છે કે કોંગ્રેસ ક્યારેય ભારતને મજબૂત નહીં બનાવી શકે. દેશ નથી ઈચ્છતો કે 2014 પહેલાની સ્થિતિ પાછી આવે.'

I.N.D.I.A. ગઠબંધન માત્ર નામનું છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે તેમણે એક તકવાદી I.N.D.I.A. ગઠબંધન બનાવ્યું છે, તે એક પતંગ જેવું છે જેની દોરી ઉડતા પહેલા જ કપાઈ ગઈ છે. આ માત્ર નામનું ગઠબંધન છે, કારણ કે તેના ઘટક પક્ષો ઘણાં રાજ્યોમાં એકબીજા સામે લડી રહ્યા છે. આ લોકસભા ચૂંટણીમાં દેશમાં 25 ટકા બેઠકો એવી છે જ્યાં આ ગઠબંધનના લોકો એકબીજાને ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પહેલા આટલી લડાઈ થઈ રહી છે તો ચૂંટણી પછી લૂંટ માટે તેઓ કેટલી લડાઈ કરશે તેની તમે કલ્પના કરી શકો છો. શું આપણે આટલો મોટો દેશ આ લોકોને સોંપી શકીએ?

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠક છે, 12 બેઠક માટે પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું હતું અને બાકીની 13 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન 16મી એપ્રિલે યોજાશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો