ત્રીજા તબક્કા માટે નામાંકન શુક્રવારથી શરૂ, ગુજરાત સહિત 12 રાજ્યોના 94 બેઠકો પર ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે નામાંકન શુક્રવાર (12 એપ્રિલ)થી શરૂ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. તેની સાથે જ મધ્યપ્રદેશના બૈતૂલ બેઠકના મતદાનની નવી તારીખ પણ શુક્રવારે જ જાહેર થવાની સંભાવના છે.
બૈતૂલ લોકસભા બેઠક પર ચૂંટણી બીજા તબક્કામાં થવાની હતી, પરંતુ બસપાના ઉમેદવારનું નિધન થતા તેને સ્થગિત કરી દેવાઈ છે.
ત્રીજા તબક્કા માટે 19 એપ્રિલે નામાંકન
ત્રીજા તબક્કાની ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે. ત્રીજા તબક્કામાં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થવાનું છે, તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા-નગર હવેલી, દમણ અને દીવ, ગોવા અને જમ્મુ કાશ્મીર સામેલ છે.
લોકસભા ચૂંટણી સાત તબક્કામાં કરાઈ રહી છે. પહેલા તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કા માટે 26 એપ્રિલે, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે, સાતમા અને આઠમા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થશે. જ્યારે 4 જૂને ચૂંટણીના પરિણામ જાહેર થશે.
Comments
Post a Comment